બે પુત્રો ના પિતાએ પુત્ર ની આંખો સામે નર્મદા કેનાલમાં છલાંગ લગાવનાર પીતા ની લાશ કાલોલ નજીકથી મળી.

તારીખ ૦૩/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
હાલોલ ના અભેટવા ગામન બે પુત્રો ના પિતાએ ગુરુવારે સાંજે મોટા પુત્ર ને વિડિઓ કોલ કરી એ હાલોલ ખાખરીયા નર્મદા નહેર ઉપર છે અને જિંદગી થી કંટાળી આ દુનિયાને અલવિદા કરે છે તેવી વાત કરતા ખાનગી કંપની માં નોકરી કરતો પુત્ર ખાખરીયા કેનાલ ઉપર દોડી ગયો હતો. ત્યારે પુત્ર ને જોતા જ પિતા એ તેને હાથ ઊંચો કરી નહેરમાં કૂદકો લગાવી દીધો હતો. પુત્ર ની આંખો સામે નહેરમાં કુદી પડેલા પિતા ને બચાવવા ના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.હાલોલ ના અભેટવા ગામના અર્જુનસિંહ રાઠોડે ગુરુવારે સાંજે તેના બે પુત્રો અક્ષય અને રવિ પૈકી મોટા પુત્ર અક્ષય કે જે ખાનગી કંપની માં નોકરી કરે છે, તેને વિડિઓ કોલ કરી પોતે ખાખરીયા નર્મદા નહેર ના પુલ પાસે છે, અને જિંદગી થી કંટાળી ગયો છું, જીવવાની ઈચ્છા નથી તેવી વાતો કરતા પુત્ર એ પિતાને સમજાવી તે ત્યાં પહોચે છે પછી વાત કરીએ તેમ કહી નર્મદા નહેર પર પહોચેલા પુત્ર અક્ષય ને જોતા જ તેના પિતા અર્જુનસિંહે તેને હાથ હલાવી બાય બાય કરી નહેર માં ઝંપલાવી દીધું હતુ અને પુત્રે આંખો સામે પિતા ને નહેરમાં પડેલા જોઈ બુમાબુમ કરતા લોકો એકઠા થઇ ગયા હતા અને ત્યાં થી દોરડું નાખી તેમને બચાવવા પ્રયાસો કર્યા પરંતુ સફળતા ન મળતા અર્જુનસિંહ નર્મદા ના પાણી માં ડૂબી વહેણ માં આગળ તણાઈ ગયા હતા. મોડી સાંજ અને શુક્રવારે સવારે ક્યાંય પિતા નો પતો ન લાગતા પોલીસ ને જાણ કરાઈ હતી અને ફાયર ફાઇટર ની મદદ મેળવી અર્જુનસિંહ ના મૃતદેહ ની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.શનિવારે સવારે કાલોલ તાલુકાની હદ માં આવેલ કનેટિયા ગેટ ઉપર તેમનો મૃતદેહ મળી આવતા તેને પીએમ અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલ મા લઈ જવામાં આવ્યો છે. આ બાબતની જાણ કાલોલ પોલીસ મથકે અક્ષયકુમાર અર્જુનસિંહ રાઠોડે કરતા કોઇ અગમ્ય કારણસર અથવા લોન નુ દેવુ વધી જવાના કારણે કેનાલમાં કુદી પડ્યા ની વિગતે પોલીસે એડી નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.










