BHARUCHBHARUCH CITY / TALUKO

ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે જાહેરનામુ

મતગણતરીના દિવસે અકસ્માત કે જાનહાની ન થાય તેમજ ટ્રાફીકની સમસ્યાને નિવારવા માટે નીચે જણાવેલ રૂટ ઉપરથી તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ

ભરૂચ – રવિવાર – મતગણતરીના દિવસે અકસ્માત કે જાનહાની ન થાય તેમજ ટ્રાફીકની સમસ્યાને નિવારવા માટે નીચે જણાવેલ રૂટ ઉપરથી તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મુકવો જરૂરી જણાય છે. આથી તુષાર ડી. સુમેરા, I.A.S., જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ સને-૧૯૫૧ ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩ (૧) (બી) અન્વયે મળેલ સત્તાની રૂ એ તારીખ- ૦૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારના ૦૬:૦૦ કલાકથી રાત્રીના ૨૦:૦૦ કલાક સુધી
(૧) એ.બી.સી. સર્કલથી નર્મદા મૈયા બ્રીજ તરફ જતા વાહનોની અવરજવર બાબતે એ.બી.સી. સર્કલ થી મોટા વાહનો ઉપર પ્રતિબંધ મુકવા તેમજ દુધધારા ડેરી ગ્રાઉન્ડના ગેટ સામેથી નાના વાહનો ઉપર પ્રતિબંધ મુકવા
(૨) અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રીજ ઉપર થઇ એ.બી.સી. સર્કલ તરફ જતા વાહનોની અવરજવર ઉપર શીતલ સર્કલ સર્વીસ રોડ ઉતરતા કટથી નર્મદા મૈયા બ્રીજના ઉપરના ભાગેથી પ્રતિબંધ મુકવા
(૩) શીતલ સર્કલથી એ.બી.સી. સર્કલ તરફ જતા વાહનોની અવરજવર ઉપર શીતલ સર્કલથી પ્રતિબંધ મુકવા
(૪) ભૃગુઋષી બ્રીજ પશ્ચીમ દિશા તરફના છેડા (જુની મામલતદાર કચેરી) તરફથી આવતા જતા વાહનો ઉપર પ્રતિબંધ મુકવા
(૫) જયોતીનગર ટર્નીંગ થી ધર્મનગર થઈ બૌડા સર્કલ તરફ જતા વાહનોની અવરજવર ઉપર એસ.વી.એમ. સ્કુલના ગેટ સામેથી પ્રતિબંધ મુકવા

(૬) ભોલાવ ગામમાથી ભૃગુરૂષી બ્રીજ પુર્વ દિશા તરફના બન્ને છેડેથી બૌડા સર્કલ તરફ અવરજવર કરતા
વાહનો ઉપર પ્રતિબંધ મુકવા હુકમ કરૂ છું.

ઉપરોકત રસ્તા બંધ થતા નીચે મુજબના રૂટ ઉપરથી વાહન વ્યવહાર અવરજવર કરી શકશે.

(૧) એ.બી.સી. સર્કલથી નર્મદા મૈયા બ્રીજ તરફ જતા વાહનોની અવરજવર ઉપર એ.બી.સી. સર્કલ થી મોટા વાહનો ઉપર પ્રતિબંધ રહેતા સદર વાહનો નર્મદા ચોકડીથી ઝાડેશ્વર ઓવરબ્રીજ થઈ કેબલ બ્રીજ થઇ અંકલેશ્વર તરફ જઈ શકશે. તેમજ દુધધારા ડેરી ગ્રાઉન્ડના ગેટ સામેથી નાના વાહનો ઉપર પ્રતીબંધ રહેતા એ.બી.સી. સર્કલ તરફથી આવતા વાહનો દુધધારા ડેરી થી જી.આઇ.ડી.સી. મા થઈ સુરભી સોસાયટીથી ધર્મનગર ટાઉનશીપ થઇ જયોતીનગર ટર્નીંગથી કસક સર્કલ થઇ શીતલ સર્કલ પાસે આવેલ નર્મદા મૈયા બ્રીજના કટથી નર્મદા મૈયા બ્રીજ ઉપરથી અંકલેશ્વર તરફ જઈ શકશે.
(૨) અંકલેશ્વર થી નર્મદા મૈયા બ્રીજ ઉપરે થઇ એ.બી.સી. સર્કલ તરફ જતા વાહનોની અવરજવર ઉપર- શીતલ સર્કલ સર્વીસ રોડ ઉતરતા કટથી નર્મદા મૈયા બ્રીજના ઉપરના ભાગેથી પ્રતિબંધ રહેતા શીતલ સર્કલ સર્વીસ રોડથી શીતલ સર્કલ ઉતરી કસક સર્કલ થઇ ઝાડેશ્વર રોડ પરથી જયોતીનગર થઈ ધર્મનગર ટાઉનશીપ થઈ સુરભી સોસાયટીથી જી.આઇ.ડી.સી. માથી દુધધારા ડેરીથી એ.બી.સી. સર્કલ તરફ અવરજવર કરી શકશે.

(૩) શીતલ સર્કલથી એ.બી.સી. સર્કલ તરફ જતા વાહનોની અવરજવર ઉપર શીતલ સર્કલ થી પ્રતિબંધ રહેતા સદર વાહનો શીતલ સર્કલથી કસક સર્કલ થઈ ઝાડેશ્વર રોડ પરથી જયોતીનગર ટર્નીંગ થઈ ધર્મનગર ટાઉનશીપ થઈ સુરભી સોસાયટીથી જી.આઇ.ડી.સી. માંથી દુધધારા ડેરીથી એ,બી.સી. સર્કલ તરફ અવરજવર કરી શકશે.
(૪) ભૃગુઋષી બ્રીજ પશ્ચિમ દિશા (જુની મામલતદાર કચેરી) તરફથી બ્રીજના છેડેથી બ્રીજ ઉપરનો વાહન વ્યવહાર બંધ રહેતા સદર વાહનો ભૃગુઋષી બ્રીજ નીચે થઈ પોલીટેકનીક સ્કુલ થી જમણી બાજુના રોડ ઉપરથી સ્ટેશન સર્કલ થઇ કસક સર્કલ થઈ શીતલ સર્કલ તરફ અવરજવર કરી શકશે તેમજ પોલીટેકનીક સ્કુલ થી ડાબી બાજુના રોડ ઉપરથી નંદેલાવ ઓવરબ્રીજ થઈ એ.બી.સી. સર્કલ તરફ
અવરજવર કરી શકશે.
(૫) જયોતિનગર ટર્નીંગ થી ધર્મનગર થઇ બૌડા સર્કલ તરફ જતા વાહનોની અવરજવર ઉપર એસ.વી.એમ. સ્કુલના ગેટ સામેથી પ્રતિબંધ રહેતા- સદર વાહનો જયોતિનગર ટર્નીંગથી કસક સર્કલ તરફ કરી શકશે તેમજ જયોતિનગર ટનીંગથી ધર્મનગર ટાઉનશીપ થઈ સુરભી સોસાયટીથી જી.આઈ.ડી.સી. માંથી દુધધારા ડેરી થી એ.બી.સી. સર્કલ તરફ અવરજવર કરી શકશે.

(૬) ભોલાવ ગામમાથી ભૃગુઋષી બ્રીજ પુર્વ દિશા તરફના બન્ને છેડેથી બૌડા સર્કલ તરફ અવર જવર કરતા વાહનો ઉપર પ્રતિબંધ રહેતા સદર વાહનો ભોલાવ ગામમાથી ગ્રામ પંચાયત થી નારાયણ કોમ્પલેક્ષ સામે આવેલ કટ થી ધર્મનગર ટાઉનશીપ થઇ જયોતીનગર ટર્નીંગ થી કસક સર્કલ થઇ શીતલ સર્કલ તરફ તેમજ નારાયણ કોમ્પલેક્ષ સામે આવેલ કટથી એ.બી.સી. સર્કલ તરફ જઇ શકશે.

-::- શિક્ષા::-

આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૧૩૧(૩) મુજબ રૂા. ૨૦૦/- સુધીના દંડની સજાને પાત્ર થશે. હુકમ ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા, ચૂંટણી ફરજ પરના સ્ટાફના વાહનો, વીવીઆઈપી/વીઆઈપીનાં વાહનો, સરકારી વાહનો તેમજ સરકારી ફરજ ઉપરના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓના વાહનો, પત્રકારોના વાહનો તથા એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગ્રેડ જેવી આવશ્યક સેવાના વાહનોને લાગુ પડશે નહી. તેમ જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button