

મોરબી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરી વિરુદ્ધની ઝુંબેશના ભાગરૂપે આજે શનિવારે સવારે ૧૧ વાગ્યે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક સામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બેંક લોન મંજૂરીપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લા પોલીસ દ્વારા ૧૨૩ લોકોને બેંકની લોનના ચેક વિતરણ કરાયા હતા.

મોરબી જિલ્લા પોલીસ દ્વારા અગાઉ વ્યાજખોરો સામે કાર્યવાહી કર્યા બાદ લોકોને બેંક મારફતે જ તેમની નાણાની જરૂરિયાત પૂરી થઈ શકે તે માટે ૨૮ જેટલા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેંક દ્વારા લોનની યોજનાઓની માહિતી આપીને લોન આપતા આજે ૧૨૩ જેટલા લોકોને લોનના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી રાહુલ ત્રિપાઠી, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, અધિક કલેકટર એન કે મુછાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]








