BHARUCHNETRANG

નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર આવેલ શોપિંગ સેન્ટરમા પ્રિન્ટીંગ પ્રેસમા રાત્રિના સમયે લાગેલી ભીષણ આગ.

ઝધડીયા જીઆઇડીસી થી આવેલ ફાયર બ્રિગેડના સ્ટાફે ભારે જહેમત બાદ આગને કાબુમા લીધી.

નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર આવેલ શોપિંગ સેન્ટરમા પ્રિન્ટીંગ પ્રેસમા રાત્રિના સમયે લાગેલી ભીષણ આગ

 

ઝધડીયા જીઆઇડીસી થી આવેલ ફાયર બ્રિગેડના સ્ટાફે ભારે જહેમત બાદ આગને કાબુમા લીધી

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૧-૦૬-૨૦૨૪

 

નેત્રંગ નગરના નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર આવેલ ઓમ કોમ્પ્લેક્ષના પ્રથમ માળે સંદીપકુમાર ઠાકોરલાલ ગાંધી નુ જાનકી પ્રિન્ટર્સના નામે પ્રિન્ટીંગ પ્રેસ આવેલ છે. આ પ્રેસમા કોઇક અગમ્ય કારણોસર રાત્રિના એક વાગ્યા અરસામાં આગ લાગી હતી. રાત્રિના સમયે કોઇ ક ની નજર પ્રથમ માળે આવેલ આ પ્રેસ ઉપર પડતા દુકાનના શટલ વાટે ધુમાડા બહાર નિકળતા નજરે પડ્યા હતા.

 

જેને લઇ ને તાત્કાલિક ગાંધીબજાર ખાતે રહેતા દુકાન માલિક ના ધરે સંપર્ક કરતા સંદીપભાઇ ગાંધી પોતાના ફેમેલી સાથે ચાર ધામ યાત્રાએ ગયા હોય. તેઓના પિતા ઠાકોરલાલ મુળજીભાઇ ગાંધીનો સંપર્ક કરી તાત્કાલિક તેઓને દુકાને બોલાવ્યા હતા. આગ લાગી હોવાની વાત વાયુ વેગે નગરમા ફેલાઇ જતા ધટના સ્થળે લોક ટોળા ઉમટી પડયા હતા. આગ લાગવાની ધટના બનતા તાત્કાલિક અસર થી નગરમા વિજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી. જોકે બાદમા વિજપુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દેવામા આવ્યો હતો.

 

આગને કાબુમા લેવા માટે વિજયભાઈ ભગવાનદાસ માછીએ ઝધડીયા જી.આઇ.ડી.સી ખાતે આવેલ ફાયર વિભાગને ટેલીફોનિક સંપર્ક કરી હકકીત જણાવતા ફાયર બ્રિગેડ ના જવાનો બંબા સાથે તાત્કાલિક નેત્રંગ ખાતે આવી પહોચ્યા હતા. અને આગ પર પાણી મારો ચલાવી આગને કાબુમા લીધી હતી.

 

નેત્રંગ ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી હેલીબેન ચૌધરીએ ધટના સ્થળે પોહચી સ્થળ નિરીક્ષણ કરી પંચકયાસ કરી નેત્રંગ મામલતદાર ને રિપોર્ટ કર્યો છે. પ્રિન્ટીંગ પ્રેસમા રાખે કોમ્પ્યુટર થી લઇ ને મોટાભાગનો સામાન બળીને ખાખ થઇ જતા પ્રેસ માલિક સંદીપભાઈ ને મોટુ આર્થિક નુકસાન વેઠવાનો વા

રો આવ્યો છે.

[wptube id="1252022"]
Back to top button