હાલોલ- નોકરી જવા નિકળેલા યુવાનનૂ હાલોલ પાવાગઢ બાયપાસ રોડ પાસે આઇસર ટેમ્પો ચાલકે અડફેટે લેતા કરુણ મોત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧.૬.૨૦૨૪
શનિવારે વહેલી સવારે ઘરેથી બાઈક લઇ નોકરી જવા નીકળેલ યુવાન ને હાલોલ પાવાગઢ બાયપાસ રોડ પર એક આઇસર ટેમ્પો ચાલકે અડફેટે લેતા બાઈક ચાલાક નું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના કથોલા ગામે રહેતો અને હાલોલ બાસ્કા ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતો અરવિંદભાઈ અમરસિંહ બારીયા ઉ.વ.૪૦ ના ઓ આજે વહેલી સવારે સાત વાગ્યાના સમયગાળા દરમ્યાન ઘરેથી નોકરી જવા નીકળ્યો હતો. દરમ્યાન હાલોલ પાવાગઢ બાયપાસ રોડ પર ટ્રેક્ટર ના શો રૂપ પાસે થી પસાર થતો હતો ત્યારે એક આઇસર ટેમ્પો ના ચાલકે તેનો ટેમ્પો પૂર ઝડપે અને ગફલત ભર્યું હંકારતા બાઈક ચાલક અરવિંદભાઈ બારીયાને અડફેટમાં લેતા અરવિંદભાઈ ગંભીર ઈજાઓ પામી હતી. બનાવ ને પગલે રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત ને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.બનાવની જાણ બાઈક ચાલાક અરવિંદભાઈ બારીયાના પરીવાર ને થતા તેઓ બનાવ સ્થળે તેમજ રેફરલ હોસ્પીટલ ખાતે દોડી આવ્યા હતા.બનાવની જાણ હાલોલ હાલોલ ટાઉન પોલીસ ને થતા ઘટના સ્થળે પોહચી પ્રાથમિક તપાસ કરી અકસ્માત સર્જી ભાગી છૂટેલા ટેમ્પો આઇસર ના ચાલાક સામે અકસ્માત નો ગુનો નોંધી મૃતક ના મૃતદેહ ને હાલોલ રેફરલ ખાતે પીએમ કરી તેમના પરીવાર ને સોંપ્યો હતો. અકસ્માત માં ભોગ બનનાર અરવિંદભાઈ તેમના પત્ની તેમજ બે સંતાનોને વિલાપ કરતા મૂકી ગયા હતા.











