HALOLPANCHMAHAL

હાલોલ-ગોધરા રોડ,વડોદરા રોડ,તેમજ કંજરી રોડ પર એક હંગામી પતરાના શેડ વાળા આમ કુલ મળી પાંચ વ્યાપારિક સંકુલો એનઓસી વગર ચાલતા હોવાથી કાર્યવાહી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩૧.૫.૨૦૨૪

રાજકોટના કાલાવડ ખાતે ટી.આર.પી ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના ને પગલે હાલોલ વહીવટી તંત્ર સફાળુ જાગી નગર ના ગોધરા રોડ પર આવેલ ત્રણ વડોદરા રોડ પર એક તેમજ કંજરી રોડ પર એક હંગામી પતરાના શેડ વાળા આમ કુલ મળી પાંચ વ્યાપારિક સંકુલો કોઈપણ પ્રકારની એનઓસી વગર ચાલતા વ્યાપારિક સંકુલો નોટિસ આપી તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યા છે.હાલોલ નગરના વિવિધ વિસ્તારોમાં પતરાના શેડ વાળા વ્યાપારિક સંકુલો કોઈપણ પ્રકારની એનઓસી વગર ધમધમી રહ્યા હોય આ જગ્યા ઉપર મોટા પ્રમાણમાં ભીડભાળ થતી હોય જેના પગલે તંત્ર દ્વારા આ તમામ સંકુલો પર તપાસ હાથ ધરતા કોઈપણ પ્રકારની એનઓસી મળી ન આવતા તાત્કાલિક અસરથી નોટિસ આપી આ બોમ્બે ઘર સંસાર ગોધરા રોડ ટોટલ ધમાલ કપડા નો સેલ ગોધરા રોડ કલાઉત્સવ ગોધરા ટોટલ ધમા સેલ કંજરી રોડ વિનાયક સેલ વડોદરા રોડ આ તમામ હંગામી વ્યાપારી સંકુલો ફાયર ઓફિસર દ્વારા નોટિસ પાઠવી તમામ ને એનઓસીઓ મેળવે ત્યાં સુધી બંધ રાખવા નોટિસમાં જણાવેલ છે.જ્યારે વહીવટી તંત્ર એક દમ સફાળુ જાગી એક્સનમાં આવતા હાલોલ નગર માં આવેલ આ પ્રકારના ધંધા વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ તેમજ હોટલો,હોસ્પીટલો તેમજ ઉંચી ઇમારતોમાં સુરક્ષા સલામતી અને ફાયર સેફટી સહિતના સાધનોની અને ફાયર એનઓસી ન ધરાવતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.રાજકોટના કાલાવડ ખાતે ટી.આર.પી ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના માં નિર્દોષ મને હરવા ફરવા અને મોજ મસ્તી કરવા ગયેલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા.જેને પગલે સમગ્ર ગુજરાતમાં દર્દજનક ઘટના ને લઇ અરેરાટી ફેલાઈ જવા પામી હતી. બનેલી દુર્ઘટનામાં  કેટલા નાના માસુમબાળકો ભોગ બન્યા છે. જેને લઇ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, અને રાજકોટ અગ્નિકાંડના તમામ ગુનેગારોને કડકમાં કડક સજા તેમ લોક માંગ ઉઠવા પામી છે. બનેલી દુર્ઘટના ને લઇ સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર સફાળુ જાગી નાના મોટા નગરો શહેરો માં આવેલા વધારે ભીડભાડ થતી તેવા સ્થળો પતરા ના શેડ વાળા હંગામી વ્યાપારિક સંકુલો મોટા મોલ થિયેટરોમા સર્વે કરી સુરક્ષા સલામતી અને ફાયર સેફટી સહિતના સાધનોની અને ફાયર એનઓસી ની ચકાસણીની કામગીરી હાથધરવામાં આવી રહી છે. જે અંતર્ગત હાલોલ પ્રાંત અધિકારી માર્ગદર્શન અને સૂચનાથી હાલોલ નગરપાલિકા ની ફાયર ટીમે આજે ઢળતી સાંજે પતરાળા શેડ વાળા હંગામી વેપારિક સંકુલો ની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાંચ વ્યાપારિક સંકુલોને નોટિસ આપી બંધ કરવામાં આવ્યો હતા.

[wptube id="1252022"]
Back to top button