
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૧.૫.૨૦૨૪
હાલોલ તાલુકાના ભાટ ગામે આવેલ હોટલ ની પાછળ બલ્બ લાગવા માટે વાયર નાખતા એક ને વીજ કરંટ લગતા તેને બચવા બીજો જતા તેને પણ કરંટ લગતા બેના મોત નિપજ્યા હતા.હાલોલ તાલુકાના ભાટ ગામે મેન રોડ પર આવેલ એક હોટલમાં કામ કરતો ઈસમ હોટલ ના પાછડના ભાગે બનાવામાં આવેલ છાપરામાં બલ્બનો વાયર લગાવવા જતા લાગેલ કરંટ ને લઇ બૂમો પાડતા બાજુમાં આવેલ ધાબા માં કામ કરતા ઈસમ તેને બચવા જતા તેને પણ કરંટ લાગતા બંને નું મોત નીપજ્યું હતું. બનાવને પગલે પાવાગઢ પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી તપાસ હાથધરી છે.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જાંબુઘોડા તાલુકાના ભુરીયાકુવા ખાતે રહેતો વિનોદભાઈ ખજુરભાઈ રાઠવા ઉ.વ. 27 નાઓ હાલોલ તાલુકાના ભાટ ગામે રોડ પર આવેલ એક હોટેલ ધાબામાં કામ કરતો હતો અને ત્યાંજ રહેતો હતો.આજે શુક્રવાર ના રોજ સવારના સમયએ ધાબાની બાજુમાં આવેલ શિયા હોટલ ની પાછળના ભાગે બનાવેલ છાપરા માં પાછળના ભાગે શૈલેષભાઇ પૂનાભાઇ રાઠવા ઉ.વ.27 રહે, નવી ભાટ ના ઓ બલ્બ નાખવા માટે વાયર લગાવતો હતો ત્યારે શૈલેષ રાઠવા ને કરંટ લગતા તેને બૂમો પાડી હતી. જેથી બાજુમાં આવેલ ધાબા ની પાછળ કામ કરતો વિનોદ રાઠવા શૈલેષ રાઠવા ને બચાવવા દોડી આવ્યો હતો. શૈલેષ ને છોડવા જતા વિનોદ ને પણ કરંટ લાગતા બંને બેભાન થઇ જમીન પર પટકાયા હતા. ઘટના ને પગલે 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા તે ઘટના સ્થળે આવી જતા.વિનોદ રાઠવા ને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જયારે શૈલેષ રાઠવા ને ખાનગી વાહનમાં ઠોકલિયા પબ્લિક હોસ્પીટલ બોડેલી ખાતે લઇ જવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પર ના ડોક્ટરે શૈલેશ રાઠવા ને મૃત જાહેર કર્યો હતો. જયારે વિનોદ રાઠવાને હાલોલ રેફરલ હોસ્પીટલ ના ફરજ બજાવતા ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પાવાગઢ પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી વિનોદ ના મૃતદેહ ને હાલોલ રેફરલ હોસ્પીટલ ખાતે પી.એમ.કરાવી તેના પરીવારજનો ને સોપ્યો હતો. શિયા હોટલ માં કામ કરતો શૈલેષભાઇ પૂનાભાઇ રાઠવા કયું વીજ કનેકશન જોડવા જતો હતો. તેને કેવી રીતે વીજ કરંટ લાગ્યો તે તપાસ નો વિષય બન્યો છે.હાલોલ જાંબુઘોડા બોડેલી હાઇવે પર ભાટ ખાતે આવેલ ધાબા હોટલો ની ખરેખર પરમિશન આપેલી છે કે કેમ વીજ કંપની દ્વારા કાયદેસર નું વીજ જોડાણ આપેલ છે કે કેમ તે પોલીસ તપાસ માં બહાર આવે તેમ છે.










