
અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગ દ્વારા પતિ-પત્નીનું સુખદ સમાધાન કરી પરીવાર તુટતો બચાવ્યો
જૂનાગઢ તા.૩૧ માંગરોળ તાલુકામાં ૧૧ વર્ષથી સાસરે રહેતા એક પરિવારની વહુ પર પતિ વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા હતા ત્યારે મહિલાને પતિ સાથે સમાધાન કરી જવા માંગતા હોય તેથી મહિલાએ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈનમા ફોન કરી મદદ માંગી હતી. કેશોદ ૧૮૧ અભયમ્ ને કોલ મળતા જ ૧૮૧ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાનું કાઉન્સેલિગ કરી મહિલાની સમસ્યા જાણતા જાણવા મળ્યું કે, મહિલાના લગ્નના ૧૧ વર્ષ થયાં હતાં લગ્ન બાદ પાંચ વર્ષ સુધી લગ્ન સંસાર સારી રીતે ચાલતો હતો અને મહિલાને એક પુત્ર હતો પરંતુ પાંચ વર્ષ બાદ પતિનાં વર્તનમા બદલાવો આવે છે અને પતિ કામ બાબતે નાની નાની ભૂલો શોધી મહિલા પર વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યો હોવાથી મહિલાએ કુટુંબ અને સમાજના આગેવાન દ્વારા સમજવા પ્રયત્ન કર્યા પરંતુ પતિ સમજવા તૈયાર ન હોય અંતે પતિએ મહિલાને અલગ રહેવા મજબૂર કરી અને મહિલા ૪ મહિનાથી પોતાના પુત્ર સાથે અલગ રહેવા જતી રહી અને મહિલાને પતિ તરફથી કોઈ પણ ભરણપોષણ કે. મદદરૂપ મળતી ન હોય તો મહિલાને પોતાના પિતાના ઘરેથી ભરણપોષણ મેળવવા મજબૂર બની હતી તેથી ૪ મહિનાથી પોતાના માતા, પુત્ર પિતાના ભરણપોષણથી પોતાનું ગુજરાન ચલાવતી હતી.
૧૮૧ કાઉન્સેલર ડાયબેન માવદીયા દ્વારા પતિને કાયદાકીય માહિતી આપી પોતાના પુત્રના ભવિષ્ય માટે માતા-પિતા બંને સાથે રહી સુખી જીવન જીવવાનીની સલાહ આપી બને પક્ષોના ભવિષ્ય અંગે વધુ સક્ષમ બનવા સમજણ આપી હતી. પતિ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં મહિલા પર શારીરિક અને માનસિક ત્રાસ નહીં આપે તેવી બાંહેધરી સાથે સમાધાન કરી સુખદ જીવનની શરૂઆત કરવા સહમત થયા હતા.
આમ કેશોદ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન દ્વારા વધુ એક પરિવારની સમસ્યાનું નિવારણ કરી પતિ-પત્નીના પરિવારને જોડીને સરાહનીય કામગીરી કરી હતી.










