HALOLPANCHMAHAL

હાલોલ:એમ.જી.મોટર્સ પાસે સાયકલ સવારને એકટીવા ચાલકે અડફેટે લેતા સર્જાયો અક્સ્માત 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩૧.૫.૨૦૨૪

હાલોલ બાયપાસ રોડ ઉપર એમ.જી.મોટર્સ પાસે આજે સવારે એક સાયકલ સવારને એકટીવા ચાલકે અડફેટે લેતા રોડ ઉપર પટકાયેલા સાયકલ ચાલક ને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ માં લાવવામાં આવ્યો હતો.જેને માથાના ભાગે અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો.હાલોલ ના ગાયત્રીનગર માં રહેતા 46 વર્ષના જવાનસિંહ સામતસિંહ ચાવડા આજે સવારે પેરાગોટ મારુતિ કંપની માં કામે જવા નીકળ્યા હતા.ત્યારે હાલોલ બાયપાસ રોડ ઉપર એમજી મોર્ટસ પાસે તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે આગળ વિન્ડ બ્લેડ ની ગાડી જતી હતી.એટલે તેઓ બાજુ માંથી નીકળી આગળ જતાં હતા ત્યારે પાછળ થી પુર ઝડપે આવેલા એક એકટીવા ચાલકે સાયકલ ને અડફેટે લેતા જવાનસિંહ રોડ ઉપર પટકાતા ઇજાગ્રસ્ત થતા 108 એમ્બ્યુલન્સ માં તેઓને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ માં લાવવામાં આવ્યા હતા. અકસ્માત માં ઇજાગ્રસ્ત ને માથામાં ઇજાઓ પહોંચી હતી અને પગ માં ફ્રેકચર જેવું લાગતા હાલોલ રેફરલ હોસ્પિટલ ના તબીબે તેને વધુ સારવાર માટે વડોદરા રીફર કર્યા હતા.

[wptube id="1252022"]
Back to top button