MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના ખાખરા ગામે તીનપત્તીનો જુગાર રમતા છ પતા પ્રેમીઓ ઝડપાયા

TANKARA:ટંકારાના ખાખરા ગામે તીનપત્તીનો જુગાર રમતા છ પતા પ્રેમીઓ ઝડપાયા

ટંકારા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે ખાખરા ગામે જુગારની રેઇડ કરી તીનપત્તીનો જુગાર રમતા કુલ ૬ જુગારીને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૬૬,૫૦૦/- જપ્ત કરી તમામ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે.

TANKARA -ટંકારા પોલીસ ટીમે તાલુકાના ખાખરા ગામની સીમમાં દરોડો પાડી પાટીવાળી વાડીની બાજુમાં જાહેરમાં તીનપત્તીના જુગારની મોજ માણી રહેલા જયેશભાઇ હીરાભાઇ પેઢડીયા ઉવ.૪૦ રહે.થોરીયાળી તા.પડધરી, દક્ષભાઇ બીજલભાઇ રાઠોડ ઉવ.૨૫ રહે.ખાખરા તા.ટંકારા, લખમણભાઇ બાબુભાઇ ગોખરા ઉવ.૩૪ રહે.આણંદનગર, વિજયભાઇ સવસીભાઇ રાઠોડ ઉવ.૪૦ રહે.ખાખરા તા.ટંકારા, રાણછોડભાઇ રવજીભાઇ પીપળીયા ઉવ.૬૪ રહે.લતીપર ગામ તા.ધ્રોલ, લક્ષ્મણભાઇ વાઘજીભાઇ માકાસણા ઉવ.૬૬ રહે.મોરબી ઘુનડા રોડ ત્રીકુટ સોસાયટીને રંગેહાથ પકડી લેવામાં આવ્યા હતા. ત્યારે ટંકારા પોલીસના દરોડા દરમિયાન જુગારના પત્તામાંથી રોકડા રૂ. ૬૬,૫૦૦/- કબ્જે કરાયા હતા. ટંકારા પોલીસ મથકમાં તમામ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button