
ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી ગાંધીનગરના આર્થિક સહયોગથી અને શિવ શક્તિ નાટ્ય મંડળી દ્વારા પંકજ ઉધાસના જન્મદિન નિમિત્તે ભવ્ય લોકગીત સંગીત અને ગઝલના કાર્યક્રમનું આયોજન જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ , નારણપુરા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત કલાકારોમાં લોકગાયિકા અમી પી. પટેલ, લોકગાયિકામુક્તાબેન કે. મિસ્ત્રી લોકગાયક પરેશ એન. પટેલ, સાહિત્યકાર રમેશ એમ. દેસાઈ, તબલા વાદક આદિત્ય એસ. ગોરસીયા ઓક્ટોપેડ પ્રીત પરેશ પટેલ, ઓર્ગન પ્લેયર અશોક એન. પટેલ દ્વારા ગઝલ અને લોકગીત ની રમઝટ બોલાવવામાં આવી હતી. આ કાર્યક્રમ બદલ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ દ્વારા શિવ શક્તિ નૃત્ય અને નાટ્ય મંડળી અને ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી નો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]









