કાલોલ ના વેજલપુર ગ્રામપંચાયતના તલાટી દ્વારા ધર્મશાળા ની માપણી કરાવતા દબાણ કર્તા ઓમાં ફફડાટ

તારીખ ૨૯/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા ગામમાં અનેક દબાણો આવેલ છે તેમ છતાં માત્ર ધર્મશાળા ની માપણી આજરોજ કરાવતા લોકોને ગેરમાર્ગે દોરી વેજલપુર ગામના મુખ્ય પ્રવેશ માર્ગ ની આજુબાજુ પ્રગતી પંથ ઉપર તલાટી કમ મંત્રી દ્વારા કોઈપણ અધિકારી ની મંજુરી વગર પોતાના અંગત સ્વાર્થ માટે મનગમતા ઈસમો ને લોખંડ ના પતરાં ના કેબીનો મુકાવી મસમોટું દબાણો નું કૌભાંડ કરેલ છે ત્યારે બીજી તરફ કન્યા શાળા પાસે માર્ગ મકાન વિભાગ ની મંજૂરી વગર લોખંડ ના પતરા ના કેબીનો મૂકી ગ્રામ પંચાયત માં ઠરાવ પ્રસાર કરવામાં આવેલ છે અને લોખંડ ના પતરાં ના કેબીનો ની આકારણી પત્રક પણ આપવામાં આવેલ છે અને આ આકારણી પત્રક દ્વારા એમજીવીસીએલ માંથી વીજ પુરવઠો મેળવેલ છે.ત્યારે વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા મસમોટા દબાણો કરાવવામાં આવેલ છે. ત્યારે વેજલપુર ગામમાં ઘણા વર્ષો થી રસ્તા પૈકી તેમજ ગામના મોટા તોતિંગ દબાણો નો પ્રશ્ર્નો યથાવત છે ત્યારે લોક ચર્ચા મુજબ ગામના રસ્તા પૈકી ના દબાણો તેમજ તોતિંગ બાંધકામ દૂર કરવાના બદલે ધર્મશાળા ની માપણી કરી એક તરકટ ઉભું પ્રજા ને ગેરમાર્ગે દોરવાનું કામ વેજલપુર ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી કરી રહયા હોવાનું ગામજનો માં ચર્ચાય રહયું છે જેથી વેજલપુર ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી આર સી ભોંઈ એ કરાવેલ દબાણો દૂર ન થાય તેવા અનેક કાવા દાવા કરી રહયા છે જેથી અનેક ગંભીર પ્રશ્ન લોક મુખે ચર્ચા માં છે કે તલાટી અગાઉ ના તોતિંગ દબાણો દૂર કરશે કે પછી આજે માપણી કરેલ તે ધર્મશાળા પાસેના દબાણો દૂર કરશે તે આવનારો સમયજ બતાવશે.