અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા ખાતે શાકભાજીનો વેપાર કરતા એક યુવકે ખરીદી માટે આવેલી મહિલા માટે અભદ્ર કોમેન્ટ કરતા મામલો બીચક્યો
મોડાસા શહેર અરવલ્લી જિલ્લાની શાન કહી શકાય છે પરંતુ કેટલીક વાર અસામાજિક તત્વો ને કારણે શહેર ની છાપ ખરાબ થતી જેમાં મોડાસા ખાતે શાકભાજીની લારીવાડા એક યુવકે ખરીદી માટે આવેલી મહિલા માટે અભદ્ર કોમેન્ટ કરતા મામલો બીચક્યો હતો મોડાસા ખાતે નવીન બની રહેલાં બસસ્ટેન્ડ વિસ્તારમાં છેડતી મામલે વાતાવરણ તંગ બન્યું હતું શાકભાજીની લારીવાડા એક યુવકે ખરીદી માટે આવેલી મહિલા માટે અભદ્ર કોમેન્ટ કરતા મામલો બીચક્યો હતો જેમાં મહિલા વિશેની કોમેન્ટ પાછળ આવતા પતિ સાંભળી જતા શાકભાજીવારા યુવકને મેથીપાક ચખાડ્યો હતો સમગ્ર ઘટના ને લઇ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે લોકોનું ટોળું એકત્ર થઈ જતા ટ્રાફિક સર્જાયું અને વાતાવરણ તંગ બન્યું હતું સ્ટેશન રોડ પરની દુકાનો આગળ લારીઓ વાળાઓને ઉભા રાખી ગેરકાયદેસર ભાડા ઉંઘરાવતા દુકાનદારો સામે પણ રોષ ભભુકી ઉઠ્યો છે ત્યારે શું આવા લોકો સામે કાર્યવાહી થશે ખરી..? મોડાસા બજારમાં લારી દીઠ ગૃહિણીઓ મોટાભાગે શાકભાજી અને ફ્રૂટ પણ લેવાના ઈરાદા ગૃહિણીઓ માટે જોખમી બની રહ્યા છે વધુમાં આ વિસ્તારમાં લિઓ પોલીસ ચોકી પણ છે પરંતુ આ ચોકી શોભાના ગાંઠિયા સમાન બની રહી હોય તે સ્પષ્ટ લાગી રહયું છે રોજ બરોજ લારીઓ વાળા ફૂટપાથ ની સાથે અર્ધો મુખ્ય માર્ગ કબ્જામાં લઈ લેતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોવા છતાં માત્ર 100 મિટર દૂર આવેલી પોલીસ ચોકી માં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ માત્ર નજારો જ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે બની ત્યારે ભર બપોરના સમયે બનેલી ઘટના ના પગલે દોડી આવેલા ટાઉન પીઆઇ એ સમજાવટ ની સાથે લાલ આંખ કરતા વધુ મામલો બીચક્તો અટક્યો હતો હવે કાયમી સમસ્યા ના હલ માટે ટાઉન પીઆઇ કડક કાર્યવાહી કરે તે પણ જરૂરી








