જંબુસર તાલુકામાં કેન્દ્ર સરકારની,”મહાત્માગાંધી નેશનલ રોજગાર ગેરંટી યોજનમાં ચાલતી ગેરરીતિ નો સુત્રધાર કોન..?
જંબુસર તાલુકાના ગામડાઓમાં બેરોજગાર મજૂરોકે જે પંચાયત પાસે રોજગારી માંગેછે, તો રોજગારી આપવાને બદલે ગ્રામ પંચાયતો અને કોન્ટ્રાક્ટરની મીલીભગત દ્વારા રક્ષશી JCB દ્વારા કરવામાં આવી રહ્યુંછે કામ.
ગામના કામો રોડ, રસ્તા, તાલાવડી, જળાશ્યો JCB અને હાઇવા કામે લગાડી કામ કરવામાં આવી રહ્યુંછે.
બંન્ને તાલુકામાં હવે રોજગારીની જરૂરિયાતો ઉભી થઇ છે, ખેતીમાં તુવર અને કપાસની સિજન પૂર્ણ થતાં મજૂરો બેરોજગાર બન્યાછે. બીજુકે જંબુસર તાલુકા માંથી રોજગારી અર્થે કાઠીયાવાડ ગયેલ દાંડિયા પણ માદરે વતન આવી રહ્યાછે તો પછી ગરીબ મજૂરોનું શું એવું લોક મુખે ગામડાના બેરોજગારોમાં ચર્ચાઈ રહ્યુંછે.
જંબુસર તાલુકામાં જો કાયદેસર ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ કેન્દ્રસરકારી યોજનાની ઝીંનવટભરી તપાસ થાય તો ગ્રામપંચાયતોથી લઇ તાલુકા પંચાયતો તેમજ જિલ્લા પંચાયતો સુધી તપાસનો રેલો જાય એવું પ્રથમ નજરે ભાસી રહ્યુંછે
.









