GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરિયાએ ટી.આર.પી.ઝોન દુર્ઘટનાના મૃતકોના સ્વજનોને મળીને દિલસોજી પાઠવી

તા.૨૯/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

ગિરિરાજ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, એઇમ્સ, ખરેડા જઇને મૃતકોનાં પરિવારજનોને મળી દુખમાં સહભાગી થયા

Rajkot: રાજ્યના મહિલા અને બાળવિકાસ કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરિયાએ રાજકોટનાં ટી.આર.પી. ગેમ ઝોન આગ દુર્ઘટનાનો ભોગ બનેલા હતભાગીઓનાં સ્વજનોને મળી તેમને સાંત્વના પાઠવી હતી.

કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરિયાએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા વોર્ડ નં -૧૨નાં સ્વ. નીરવ વેકરિયાના પરિવારને અને ખરેડા ગામ ખાતે સ્વ. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજાના પરિવારજનોને મળીને તેમનાં દુખમાં સહભાગી થયા હતા. સ્થાનિક પ્રતિનિધિ તરીકે રાજકોટમાં બનેલી આ આગ દુર્ઘટના માટે દુખની ઊંડી લાગણી વ્યક્ત કરતા સદગતોની આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી.

આ અગાઉ મંત્રીશ્રી બાબરિયાએ સિવિલ હોસ્પિટલ, એઇમ્સ અને ગિરિરાજ હોસ્પિટલની મુલાકાત લઈને ઈજાગ્રસ્તો અને ભોગ બનેલા મૃતકોનાં પરિવારને મળી દુખની આ પળે સરકાર તેમની પડખે હોવાનું જણાવતા સંવેદના વ્યક્ત કરી હતી.

[wptube id="1252022"]
Back to top button