
લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે ભરૂચ જિલ્લાની તમામ વિધાનસભા મતદાર વિભાગની મતગણતરી આગામી તા. ૦૪/૦૬/૨૦૨૪ ના રોજ કે.જે. પોલિટેકનિક ભોલાવ ભરૂચ ખાતે યોજાનાર છે. કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ મતગણતરી કેન્દ્ર કે.જે. પોલિટેકનિક ભોલાવ ખાતે જરૂરી વ્યવસ્થા અંગે મતગણતરીની કામગીરી સાથે સંકળાયેલા વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠક દરમ્યાન જુદા – જુદા અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરીની વિગતે ચર્ચા કરી સમિક્ષા કરવામાં આવી હતી. મતગણતરીની કામગીરી સંપૂર્ણ ચોકસાઈથી સુનિશ્ચિત કરવા રચનાત્મક સૂચનો આપ્યા હતા. સોંપાયેલી કામગીરી સુનિશ્ચિત કરવા સર્વે અધિકારીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલિસ વડા મયુર ચાવડા, RAC એન.આર.ધાધલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.ગાંગૂલી, તમામ એ.આર.ઓ અને મતગણતરી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.