ડેરી પર દૂધ ભરવા ગયેલ મહિલાને ઘરે છોડી દેવાનું જણાવી બાઈક પર બેસાડી સુમસામ જગ્યા પર લાવી છેડતી કરતા ગોધરા અભયમ ટીમ મહિલાની મદદે
ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા 
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નજીકના વિસ્તારમાં થી જાગૃત વ્યક્તિ દ્વારા કોલ આવતા જણાવેલ કે નર્મદા કેનાલ પર સુમસામ જગ્યા પર એક વ્યક્તિએ મહિલાની છેડતી કરવાની કોશિશ કરી છે જેથી મદદ માટે 181 પર જાણ કરેલ.
પંચમહાલ અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલા સાથે રૂબરૂમાં વાતચીત કરતાં જણાવેલ કે અમે રોજ બાજુના ગામમાં દૂધ ભરવા જઇયે છીએ. આજ રોજ પણ હું દૂધ ભરીને પરત આવતી ત્યારે તે ગામના છોકરાએ જણાવ્યું કે માજી હું તમારા ગામમાં જઈ રહ્યો છું તો તમે બાઈક પર બેસી જાવ તમને ઘરે છોડી દઈશ. ઓળખીતો છોકરો હોવાથી હું બાઈક પર બેસી ગઈ. નર્મદા કેનાલ પર લાવી તેને અચાનક બાઈક બીજા રસ્તા પર વાળી દેતા મેં જણાવ્યું તું ક્યાં લઇ જાય છે બાઈક ઉભી રાખ તો તેને ધમકી આપી કે ચુપચાપ બેસી રે નહિ તો કેનાલ માં ફેંકી દઈશ. જેથી મેં બાઈક પરથી કૂદી ગઈ. તો તેને બાઈક ઉભી રાખી મને ત્યાંથી ઢસડીને ઝાડીયો માં લઇ ગયો અને કપડાં ઉતારવા લાગ્યો એટલામાં રસ્તા પર બાઈક આવતા દેખી તે ભાગી ગયો. ત્યારબાદ જાણ કરતાં આજુબાજુમાં થી લોકો ત્યાં આવી ગયા 181 પર જાણ કરી.
સ્થળ પરથી તે વ્યક્તિ ફરાર થઈ ગયો હતો.જેથી 181 ટીમ દ્વારા મહિલાનું કાઉન્સિલિંગ સમજાવ્યું કે આ રીતે કોઈ પણ વ્યકિત ની બાઈક કે ગાડીમાં એકલા ના બેસી જવું તેમજ આવી પરિસ્થિતિ માં પોતાનો સ્વબચાવ કેવી રીતે કરવો તેની સમજ આપી અને કાયદાકીય સમજ આપી. તેમજ વ્યક્તિ દ્વારા મહિલાને ઢસડીને લઇ જવાના કારણે શરીરે ઈજાઓ પહોંચી હતી અને દાઢી ના ભાગે વધારે વાગેલ હોવાથી લોહી બંધ થતું ન હતું. જેથી મહિલાને તાત્કાલિક સારવાર માટે 108 માં હેન્ડ ઓવર કરેલ.આવી વિપરીત પરિસ્થિતિ માં સમયસર મદદ પહોંચાડવા બદલ અને સલાહ સૂચન માર્ગદર્શન આપવા બદલ મહિલા તેમજ તેમના પરિવારે 181 ટીમ નો આભાર વ્યક્ત કર્યો.









