જાંબુઘોડા પોલીસે ઉચેટ ગામ નજીકથી ફિલ્મી ઢબે પીછો કરીને કારમાથી 1,38,840નો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૮.૫.૨૦૨૪
જાંબુઘોડા પોલીસ મથકના પીએસઆઈ પી.આર.ચુડાસમાને આજે મંગળવારે અંગત બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે એક ઈસમ હોન્ડા સીટી ગાડી નંબર GJ.06.BL.6209 માં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ભરી ખાંડીવાવ ત્રણ રસ્તા તરફથી આવી મસાબાર ગામ થઇ પસાર થનાર છે.જેથી મસાબાર ગામે રોડ ઉપર નાકાબંધી કરતા બાતમી વાળી ગાડી આવતા તેને રોકવાનો પોલીસે ઈશારો કરતા ગાડી ઊભી નહી રાખી ઉચેટ ગામ તરફ ભગાડતા જાંબુઘોડા પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરી ઉચેટ ગામ નજીક થી ગાડીને ઝડપી તેમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમા ગોવા વિસ્કી પ્લાસ્ટિક ની બોટલો નંગ 127 જેની કિંમત રૂ.33,840 એક હોન્ડા સિટી ગાડી જેની કિંમત આશરે 1 લાખ રૂ. તેમજ એક મોબાઇલ ફોન જેની કિંમત 5000 આમ કુલ મળી રૂ.1,38,840ના મુદ્દામાલ સાથે સુનેશ સરદાર જાતે મોર્ય રહે મયાલા ગામ પટેલ ફળિયું જી. અલિરાજપુર મધ્યપ્રદેશ નાઓને ઝડપી તેની સામે પ્રોહીબીશનનો ગુન્હો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.










