પાવાગઢ પોલીસે ભાટ ગામે થી વિદેશી દારૂનો જથ્થો સહિત રૂ.5,47,280 નો મુદ્દામાલ ઝડપી પડ્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૮.૫.૨૦૨૪
પાવાગઢ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે નવી ભાટ ગામેં થી ભારતીય બનાવટ નો રૂ. 47280 /- વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો જોકે કાર ચાલાક ગાડી મૂકી ભાગી છૂટ્યો હતો. પોલીસે પ્રોહીબીશન નો ગુનો નોંધી તપાસ હાથધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર પાવાગઢ પોલીસના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન પાવાગઢ પોલીસ મથકના PSI એમ.એલ.ગોહિલ ને બાતમી મળી હતી કે એક કાર માં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભાટ ગામ તરફ આવે છે તે બાતમીના આધારે પોલીસ તે કાર ની વોચમાં હતી ત્યારે એક સફેદ કલર ની બોલેરો ગાડી આવતા તેને આડસ મૂકી રોકવાનો પ્રયાસ કરતા ગાડી ચાલાક ગાડી રોડ પર મૂકી અંધારાનો લાભ લઇ જંગલમાં ભાગી છૂટ્યો હતો. પોલીસે ગાડી માં તપાસ કરતા ભારતીય બનાવટ નો રૂ. 47280 /- વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે રૂ.5 લાખ ની બોલેરો ગાડી મળી કુલ 5,47,280 /- ના મુદ્દામાલ કબજે કરી પાવાગઢ પોલીસે પ્રોહીબીશન નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસે ભાટ ગામે થી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડયા ની વાત દારૂનો વેપલો કરતા લોકો માં ફેલાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.










