MORBI: મોરબીમાં ટીટોડીએ મંદિર ની છત ઉપર ઇંડા મુક્યા! ખુબ વરસાદ પડવાની માન્યતા

MORBI: મોરબીમાં ટીટોડીએ મંદિર ની છત ઉપર ઇંડા મુક્યા! ખુબ વરસાદ પડવાની માન્યતા

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
ચોમાસાની ઋતુ માં ટીટોડી ઇંડા મૂકે છે તે બહુ શુકનવંતુ છે તેવું પ્રાચીન સમયથી કહેવાય છે જેમાં પાણી નાં વહેણ માં ઇંડા મૂકે તો ચોમાસું મોડું શરૂ થાય છે અને જો ઉંચા ટેકરા પર ઇંડા મૂકે તો વરસાદ બહુ સારો થાય છે આવી લોકવાયકા છે. અને મોરબી નાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલાં રામધન આશ્રમમાં કાશી વિશ્વનાથ મહાદેવ, ઉમિયા માતાજી, બહુચર માતાજીનું મંદિર એમ ત્રણ મંદિર ની છત ઉપર ટીટોડી એ ઇંડા મુક્યા છે. જે જાણીને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. આ બાબતે વાત કરીએ તો ચોમાસું શરૂ થવાની તૈયારીમાં છે તે સમયે જ મોરબી શહેર નાં પરા સમાન મહેન્દ્રનગર પાસે સુપ્રસિદ્ધ રામધન આશ્રમ આવેલો છે જેમાં મંદિર ની છત ઉપર ટીટોડી એ ઇંડા મુક્યા છે જેની જાણ મહંત ભાવેશ્વરીબેન અને મુકેશ ભગત ને થતા તેમણે ટીટોડી નેં કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે તેવી તકેદારી રાખી રહ્યા છે. જ્યારે નાનાં બાળકો તો વાલી નેં સાથે લાવીને ઇંડા જોવા આવેછે. એકંદરે મંદિર ની છત ઉપર ટીટોડી એ ઇંડા મુક્યા છે એ વાત નેં લઇને ખેડૂતો ખુશખુશાલ છે.








