સુ
રેન્દ્રનગર નાં સાયલા તાલુકાના કાનપુર ની સીમમાં બપોર પછી યુવકની કોહવાયેલી લાશ મળી આવી હતી. જેમાં યુવકની ઓળખ મળે તે માટે સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થતાં ભાડુકા ગામના વતની ગોવિંદભાઈ ચતુરભાઈ રીબડીયા જાણવા મળ્યું હતું. ઉંમર વર્ષ અંદાજે ૪૨ જેટલી હતી. તેમજ મૃતક વ્યક્તિની ઓળખ થતા તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી .આ ઘટના અંગેની સાયલા પોલીસ સ્ટેશનને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ લાશને તપાસ અંગે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે મોકલી દેવામાં આવી હતી.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા
[wptube id="1252022"]




