CHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKO
બોડેલી અલી ખેરવા પંચાયત તલાટી કમ મંત્રી પટેલ સ્મિતાબેન ની અલી ખેરવા ગ્રામ પંચાયત વોર્ડ નંબર ૧ ના સભ્ય ને સીધી ધમકી.
બોક્સ:-ઉલ્ટા ચોર કોટવાલ કો દંડે જેવો તલાટી કમ મંત્રી નો જવાબ સભ્યને જ માનસિક ત્રાસ આપો છો તેવી ફરિયાદ કરાશ ની ચિમકી ઉચ્ચારી.


મળતી માહિતી મુજબ અલી ખેરવા ગ્રામ પંચાયતના નંબર એક ના સભ્ય ખત્રી હારુ ભાઈએ તા, ૨૪/૫/૨૪ના રોજ અલી ખેરવા ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રીને સમયસર હાજર નહીં રહેતા મૌખિકમાં તેઓને જણાવેલું.
જે બાબતે તલાટી કમ મંત્રી પટેલ સ્મિતાબેન ઉશ્કેરાઇ ગયા હતા અને હારુ ભાઈ ને તમે માનસિક ત્રાસ આપો છો તેવી તમારી વિરુદ્ધમાં ફરિયાદ કરીસ ની ચીમકી ઉચ્ચારી હતી.
સમગ્ર બાબતે વોર્ડ નંબર એકના સભ્ય હારૂન ભાઈ ખત્રી એ બોડેલી ટી ડી ઓ ડી ડી ઓ અને જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કર્યા હોવાનો અહેવાલ બોડેલીમાં ચર્ચાનો વિષય બન્યો છે.
તલાટી કમ મંત્રીઓ આગળ સભ્યોની જ કોઈ વેલ્યુ ના હોય તો સામાન્ય માણસ નું શું. ???
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર
[wptube id="1252022"]









