SURATSURAT CENTRAL ZONESURAT CITY / TALUKOSURAT EAST ZONESURAT NORTH ZONESURAT SOUTH EAST ZONESURAT SOUTH WEST ZONESURAT SOUTH ZONESURAT WEST ZONE

સુરતની સોસાયટીના પ્રવેશ દ્વાર પર લાગ્યા બેનર ‘‘સ્માર્ટ મીટર માટે મંજૂરી વિના પ્રવેશ અપાશે નહીં’.

સુરત સહિત સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર લગાવવાનો વિરોધ ચાલી રહ્યો છે. સ્માર્ટ વીજમીટરના વિરોધ વચ્ચે કોંગ્રેસે પુણા વિસ્તારમાંથી જન આંદોલનનો આરંભ કર્યો છે. વિવિધ સોસાયટીઓમાં મીટિંગો કરી ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરાઈ હતી. હાલમાં ઘણી સોસાયટીઓમાં બેર્ડ લગાવી દેવાયા છે કે, ‘‘સ્માર્ટ મીટર માટે મંજૂરી વિના પ્રવેશ અપાશે નહીં’.

પુણાની શાંતિ નિકેતન સોસાયટીની વાડી ખાતે યોજાયેલી મીટિંગમાં સરગમ, દાનગીવ, અયોધ્યા નગરી, રિદ્ધિસિદ્ધિ એપાર્ટમેન્ટ વિભાગ 1-2, દિવ્ય શક્તિ તેમજ પુણા બોમ્બે માર્કેટ વિસ્તારમાં શિવશક્તિ માર્કેટ ખાતે મળેલી મીટિંગમાં રણુજા ઘામ સોસાયટી, લક્ષ્મીપાર્ક, સરદાર કોમ્પલેક્સ, કેવલઘામ એપાર્ટમેન્ટ, રાઘા સ્વામી, શિવશક્તિ સહિત આસપાસની સોસાયટીઓના સ્માર્ટ મીટરની મુશ્કેલીઓ અંગે કાર્યક્રમો યોજાયા હતા.

દક્ષિણ ગુજરાત વિજ કંપનીના એમ.ડી.ને સામૂહિક વાંધા અરજીઓ સુપરત કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો. એક તરફ ડીજીવીસીએલ દ્વારા લોકોના પ્રશ્નોના સમાધાના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જેની સામે લોકો સહિત રાજકીય પક્ષના કાર્યકરો ભળતાં હવે વિરોધ પ્રચંડ બની રહ્યો છે.

[wptube id="1252022"]
Back to top button