MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વાવડી ગામે પીપળાના ઝાડ નીચે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા બે ઝડપાયા

MORBI:મોરબી વાવડી ગામે પીપળાના ઝાડ નીચે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબીના વાવડી ગામે આવેલ જયશક્તિ સોસાયટીમાં એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા પીપળાના ઝાડ નીચે જાહેરમાં ગંજીપત્તા વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલા પ્રવિણભાઇ પ્રેમજીભાઇ વસીયાણી ઉવ-૫૮ ધંધો મજુરી રહે.નાની વાવડી શક્તિ સોસાયટી તથા મંગલગીરી પરષોતમગીરી ગોસ્વામી ઉવ-૬૩ રહે નાની વાવડી શક્તિ સોસાયટીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા ૧૧,૬૦૦/- કબ્જે લઇ બંને આરોપીઓ સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button