
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
શનિવારના રોજ બપોરે વરસેલા મુશળધાર વરસાદના કારણે નવસારી શહેર અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. ત્યારે નવસારી-વિજલપોર નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા સરહાનીય કામગીરી કરવામાં આવી રહી છે.
<span;>શનિવારના રોજ અચાનક ભારે વરસાદના કારણે નવસારીની ડીડી ગર્લ્સ હાઇસ્કુલમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કાઢી રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઇ હતી. આ ઉપરાંત નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા અન્ય નીચાણવાળા વિસ્તારમાંથી પણ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.
[wptube id="1252022"]



