
ઝઘડિયા ખાતે પોલીસ સ્ટેશન મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરીએ વૈવાહિક વિવાદ બાબતે ફરિયાદ અરજી પેટી ઓ મૂકવામાં આવી
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લગ્ન વિષયક પ્રિ-લિટીગેશન લોક અદાલત જાહેર જનતાના લાભ અર્થે યોજવામાં આવે છે.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ઝઘડિયાના પોલીસ મથક, મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રિ-લીટીગેશન લોક અદાલતનો લાભ લેવા માટે લગ્ન વિષયક વિવાદોના સમાધાન માટે ફરિયાદ અરજી પેટીઓ મૂકવામાં આવી,
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા જાહેર જનતાના લાભાર્થે અરજદાર પોતાના લગ્ન વિષયક વિવાદમાં વૈવાહિત લોક અદાલત મારફતે ઝડપી અને શાંતિપૂર્ણ રીતે નિકાલ લાવી શકે અને સ્વસ્થ સમાજની રચના થાય તે હેતુથી દર મહિનાના પ્રથમ અને ત્રીજા શનિવારે ભરૂચ મુખ્ય મથકે જિલ્લા ન્યાયાલય સંકુલ ખાતે સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી વૈવાહિક લોક અદાલત યોજવામાં આવે છે, આ લોક અદાલતની નજીકના પોલીસ સ્ટેશનનો, મામલતદાર કચેરીઓ, તાલુકા પંચાયત કચેરીઓમાં મૂકવામાં આવેલ ફરિયાદ અરજી પેટી મારફતે અરજી કરી પોતાના વ્યવહારિક સંબંધોમાં શાંતિપૂર્ણ સમાધાન લાવવા ભરૂચ જિલ્લાની જનતાને જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાય સંકુલ ભરૂચ દ્વારા અપીલ કરવામાં આવેલ છે, આ અંગે વધુ માહિતી માટે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય સંકુલ ભરુચ અથવા નજીકની સિવિલ કોર્ટમાં કાર્યરત તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે તેમ જણાવ્યું છે,
ઈરફાન ખત્રી
રાજપારડી