
MORBI:મોરબીના મકરાણીવાસ નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મળતી માહિતી અનુસાર મોરબી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના મકરાણીવાસ નજીક આવેલ નદીના ઢાળીયા પાસે ગંજીપત્તા વડે તીનપત્તીની બાઝી માંડી બેઠેલા આસીફભાઇ રફીકભાઇ મકરાણી ઉવ.૩૪, ઇકબાલ ગનીભાઇ દાવલીયા ઉવ.૨૭, હશનભાઇ અલ્તાફભાઇ બ્લોચ ઉવ.૩૯ ધંધો.કલરકામ રહે. તમામ મકરાણીવાસ મોરબીને રંગેહાથ ઝડપી લેવાયા હતા. પોલીસે દરોડા દરમિયાન સ્થળ ઉપરથી રોકડા ૧૦,૮૪૦/- કબ્જે લઇ ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








