
-ભરૂચ જિલ્લા માં ખનન માફિયાઓના કારનામા યથાવત
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૨/૦૫/૨૦૨૪
ભરૂચ જિલ્લા નાં નેત્રંગ ખાતે મામલતદાર રિતેશ કોકણી ની સતર્કતા નાં કારણે રેતી ની રોયલ્ટી ચોરી કરી વહન થતા વાહન ને ઝડપી પાડવામાં સફળતા હાસિલ થઈ છૅ, નેત્રંગ મામલતદાર દ્વારા 22480 કી, ગ્રા જેટલી રેતી ને ટ્રક નંબર GJ 06 AT 2069 ને ઝડપી પાડી સમગ્ર મામલે ટ્રક ડ્રાઇવર અમુલ બાબુભાઇ ચૌધરી ની અટકાયત કરી હતી,
જે બાદ તેઓની પૂછપરછ કરતા આ ટ્રક કિરણ ગંભીર કનૈયાભાઈ વસાવા રહે,ગંભીરપરા નેત્રંગ નું હોવાનું જણાવ્યું હતું તેમજ આ ટ્રક ઝઘડિયા નાં વેલુગામ ખાતેથી તેણે ભરી હતી અને ડેડીયાપાડા નાં મુલ્કા પાડા ખાતે બાંધકામ સ્થળે લઈ જવાતી હોવાનું સામે આવ્યું હતું,
આમ આજ રીતે અન્ય પણ ત્રણ જેટલી ટ્રકો પસાર થતી હોય તેઓને પણ મામલતદાર ની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી,જેમાં (૧) GJ 19 U 4110 ગાડી માલિક – નર્મદાબેન જીજ્ઞેશભાઇ ચૌઘરી મું.સેલારપુર તા.માંગરોલ જી.સુરત, (૨)GJ 16 AU 5609 ગાડી માલિક – કૌશિકભાઇ સુંદરભાઇ રજવાડી મું.નેત્રંગ તા.નેત્રંગ જી.ભરૂચ, (૩) GJ 09 Z 9831 ગાડી માલિક – વિદુરભાઇ વસાવા મું.નસારપુર તા.ઉમરપાડા જી.સુરત સમાવેશ થાય છૅ,
હાલ સમગ્ર મામલા અંગે નેત્રંગ મામલતદાર દ્વારા રેતી ભરેલ ટ્રક સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરી ભરૂચ ભુસ્તર વિભાગ માં મામલા અંગેની જાણ કરી દંડનીય કાર્યવાહી ની તજવીજ શરૂ કરી હોવાનું માલુમ પડ્યું છૅ