GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સિરામિક કારખાનેદારો સાથે ઔધોગિક સલામતી સેમિનાર યોજાયો

MORBI:મોરબી સિરામિક કારખાનેદારો સાથે ઔધોગિક સલામતી સેમિનાર યોજાયો

મોરબી સિરામિક એસોસિએશનના હોલમાં કારખાનેદારો સાથે ઔદ્યોગિક સલામતી વિશેનો સેમિનાર મોરબી જિલ્લા કલેકટરશ્રી જી.ટી.પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ તથા નાયબ નિયામક શ્રી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, મોરબી શ્રી યુ.જે.રાવલની અધ્યક્ષતામાં ઉદ્યોગોમાં અકસ્માતનું પ્રમાણ ઘટે તથા સુરક્ષિત વાતાવરણમાં શ્રમિકો કામગીરી કરી શકે તે અંગેની સમજૂતી આપવામાં આવેલ હતી.

આ ઉપરાંત મોટાભાગના સિરામિક ઉદ્યોગોમાં થતા સિલિકોસીસ નામના વ્યવસાયજન્ય રોગ માટે શ્રમયોગીનું મેડિકલ તપાસ ફોર્મ નંબર 32 મુજબ તથા નવા જોડાતા શ્રમયોગી માટે ફિટનેસ સર્ટિફિકેટ ફોર્મ નંબર 33 મુજબ કરાવવું જરૂરી છે તથા એલપીજી ગેસનો વપરાશ થતો હોય તેના હેન્ડલિંગ સંબંધિત તથા સ્ટોરેજમાં સલામતીના શું પગલાં લેવા જરૂરી છે તે અંગેની સમજ કારખાના ધારા,1948 અંતર્ગત આપવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ ઉદ્યોગકારો તથા મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીલ એસોસિયનના વિવિધ પ્રમુખશ્રીઓ વિનોદભાઈ ભાણજા, હરેશભાઈ બોપલિયા, વિપુલભાઈ તથા ડીજી પંચમિયા રિટાયર્ડ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય હાજર રહેલ તેમજ ડોક્ટર જીગ્નેશ ઝાલાવાડીયા, સર્ટિફાઇંગ સર્જન, સૌરાષ્ટ્ર કચ્છ રિજીયન મદદનીશ નિયામકશ્રી આર.જી.ચૌધરી તથા તથા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી શ્રી પી.એમ. કલસરિયા વગેરે હાજર રહીને પ્રોગ્રામને સફળ બનાવેલ હતો.

[wptube id="1252022"]
Back to top button