MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વાવડી ચોકડી નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે ઈસમ ઝડપાયો

MORBI:મોરબી વાવડી ચોકડી નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે ઈસમ ઝડપાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ નાઇટ પેટ્રોલીગ હતી તે દરમિયાન હેડ કોન્સટેબલ ચકુભાઇ કરોતરા તથા એ.પી.જાડેજાને બાતમી મળેલ કે માળીયા હાઇવે તરફથી એક સ્વીફ્ટ કાર વિદેશી દારૂનો જથ્થો ભરી મોરબી તરફ આવી રહી છે. જે બાતમીને આધારે વાવડી ચોકડી નજીક આવેલ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી GJ-16-BK-4901નંબરની સ્વીફ્ટ કાર અટકાવી તલાશી લેતા આરોપી રૂગારામ ચેતનરામ મેઘવાળ, રહે.વાંકલપુરા, મહાબારા તા.જી. બાડમેર રાજસ્થાન વાળાના કબ્જાવાળી કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 336 બોટલ કિંમત રૂપિયા 1,33,200 મળી આવતા રૂપિયા 5 લાખની કિંમતની કાર સહિત કુલ મળી 6,33,200નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

વધુમાં આરોપી રૂગારામ ચેતનરામ મેઘવાળે પોલીસની પ્રાથમિક પૂછતાછમાં દારૂનો આ જથ્થો આરોપી સુરેશભાઇ કાગા રહે.મિઠરૌ તા.ચૌહટન જી.બાડમેર(રાજસ્થાન) વાળાએ મોકલ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી સપ્લાયરને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button