GUJARATSAYLASURENDRANAGAR

સુરેન્દ્રનગર LCB પોલીસે સાયલામાં આઇપીએલની મેચ પર જુગાર રમતાં બે ઈસમોને ઝડપી લીધા

તા.21/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરમાં વધતી જુગારની બદીને નાબૂદ કરવાની સૂચનાને લઇ પોલીસે સટ્ટાની પ્રવૃત્તિઓ ડામી દેવા ડ્રાઇવ હાથ ધરી હતી સુરેન્દ્રનગર એલસીબી ટીમના પીઆઇ બી એલ રાયજાદા તથા વિજયસિંહ, કુલદીપભાઇ, કરશનભાઇ અને ભરતભાઇ સહિત સમગ્ર ટીમ દ્વારા સાયલા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવા દરમિયાન આઇપીએલના જુગાર અંગે બાતમી મળી હતી આથી સાયલાના સુદામડા ગેઇટ વિસ્તારમાં દરોડો કર્યો હતો આથી 2 શંકાસ્પદ શખસની તપાસ કરતા તેઓ આઇપીએલની મેચમાં સટ્ટો રમતા હોવાનું જણાયું હતું નામ પૂછપરછ કરતા બંને તેજસભાઇ કિશોરભાઇ શેઠ અને અરવિંદભાઇ પરાગભાઇ હડિયલ હોવાનું જણાવ્યું હતું આથી બંને પાસેથી રોકડા રૂપિયા 14,300 અને મોબાઇલ રૂ.10,000 મળીને કુલ રૂ.24300નો મુદ્દામાલ જપ્ત કરી સાયલા પોલીસ સ્ટેશનમાં જુગાર અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button