ભરૂચમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના મદદનીશ નિયામક રૂપિયા એક લાખ પચ્ચીસ હજાર ની લાંચ લેતા એસીબીમાં ઝડપાયા!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
ગુજરાતમાં અત્ર, તત્ર અને સર્વત્ર ભ્રષ્ટાચારની બોલબલા છે. ભ્રષ્ટ માનસિકતા ધરાવતા એક પણ રાજ્ય સેવક લાંચ લેવાની તક ગુમાવતો નથી. પરંતુ જ્યારે આવી લાંચ દેવા માટે અરજદાર સહમત ન હોય અને તે એસીબી માં ફરિયાદ કરે ત્યારે આવી લાંચ લેવાની ઘટનાનો પર્દાફાશ થાય છે. અને આવી લાંચ નહીં આપવા માંગતા જાગૃત નાગરિક અરજદારે એસીબીમાં ફરિયાદ કરતા ભરૂચના ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના મદદનીશ નિયામક વર્ગ-૨ જીગર જગદીશચંદ્ર પટેલ રૂપિયા એક લાખ પચ્ચીસ હજાર ની લાંચ લેતાં એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ ગયા હતા. પ્રાપ્ત થયેલી વિગત મુજબ ભરૂચમાં આવેલાં બહુમાળી ભવનમાં આવેલી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના ફરજ બજાવતા વર્ગ-૨ નાં મદદનીશ નિયામક જીગર જગદીશચંદ્ર પટેલ પાસે નવી ફેક્ટરી ના પ્લાન મંજૂરી માટે આવેલા જેમાં કોઈ ક્ષતિ નહીં કાઢવા અને પ્લાન મંજૂર કરવા માટે તેમણે અરજદાર પાસેથી રૂપિયા એક લાખ પચ્ચીસ હજાર ની લાંચની માંગણી કરી હતી. પરંતુ અરજદાર આવી લાંચ ની રકમ આપવા માંગતા ન હોય તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી અને એસીબીએ ફરિયાદ નોંધીને બહુમાળી ભવનમાં છટકું ગોઠવ્યું હતું. જ્યાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીમાં આજે ફરજ બજાવતા જીગર પટેલે અરજદાર સાથે હેતુલક્ષી વાત કરીને રૂપિયા એક લાખ પચ્ચીસ હજાર ની લાંચ માગી અને સ્વીકારી હતી તે વખતે જ લાંચ નું છટકું ગોઠવીને ઉભેલી એસીબીની ટીમે તેમને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનમાં જોડાયેલા આ કેસના ફરિયાદી અને સફળ ટ્રેપ કરનાર એસીબી ટીમને અભ્યાસમાં જોડાયેલા કેતના ફરિયાદી અને સફળ ટેપ કરનાર એસીબી ટીમને સિદ્ધાંત અને સંકલ્પ સમર્થન સમિતિએ અભિનંદન પાઠવ્યા છે.






