Rajkot: રાજકોટ સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે ડિપ્લોમા એન્જિનિયરિંગ એડમિશન અને કારકિર્દી અંગે વિનામૂલ્યે માર્ગદર્શન સેમિનાર
તા.૧૮/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ધોરણ ૧૦ પછી વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દીમાં આગળ વધવા રાજકોટના ભાવનગર રોડ, આજી ડેમ ચોકડી પાસે, પોલીટેકનીક કોલેજના ઓડીટોરીયમ હોલ ખાતે તા. ૨૧/૦૫/૨૦૨૪ મંગળવારના રોજ સવારે ૧૧ વાગ્યે અને તા. ૨૯/૦૫/૨૦૨૪ બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે ડિપ્લોમા એન્જિનિયરિંગ, ITI/TEB પછીના C to D એડમીશન પ્રક્રિયા અને વિનામૂલ્યે કારકિર્દી સેમિનારનું આયોજન કરાશે.
આ સેમિનારમાં એ.સી.પી.ડી.સી. દ્વારા કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયાના ડિપ્લોમા એન્જિનિયરિંગના એડમિશન માટે ઓનલાઈન એડમિશન ફોર્મ ભરવું? ફોર્મ ભરવા ક્યા ક્યા ડોક્યુમેન્ટની જરૂર પડશે? ગુજરાતની વિવિધ ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોના વિવિધ અભ્યાસક્રમો? અને સરકારી પોલીટેકનીક, રાજકોટ ખાતે ચાલતા વિવિધ અભ્યાસક્રમો જેવા કે Civil Engineering, Mechanical Engineering, Electrical Engineering, Chemical Engineering, Information Technology (IT), Information & Communication Technology (ICT), Automobile Engineering, Mechanical Engineering (CAD/CAM) સહિતની માહિતી આપવામાં આવશે. તથા ગુજરાતની વિવિધ ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજો ખાતે ચાલતા અન્ય વિવિધ ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમો વિશે જાણકારી આપવામાં આવશે. અનુભવી પ્રોફેસરો અને તજજ્ઞોની નિષ્ણાત ટીમ દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી લક્ષી મુંજવતા પ્રશ્નોના સચોટ જવાબો આપવામાં આવશે. વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓએ સેમિનારમાં ભાગ અનુરોધ કરવામાં આવે છે.








