GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના ગરબા ગ્રાઉન્ડ પાસેથી એકટીવા લઈને પસાર થતા માતા પુત્ર ને યામાહા ચાલકે અકસ્માત કરીને ઇજાગ્રસ્ત કર્યાં

તારીખ ૧૮/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ મથકે ડેરોલ સ્ટેશન ના અજયકુમાર વિક્રમસિંહ રાણા એ નોંધાવેલ ફરીયાદ મુજબ તેઓ તેમની માતા સાથે મંગળવાર સાંજે કાલોલ એમજીએસ ગરનાળા પાસે આવેલ દુકાનમાંથી કરિયાણું લઈ પરત ઘરે જતા હતા ત્યારે કાછીયા ની વાડી ગરબા ગ્રાઉન્ડ પાસેથી એક યામાહા એમ ટી ના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે પોતાનુ વાહન હંકારી અકસ્માત કરતા ફરીયાદી અજયકુમાર ને જમણા હાથે આંગળી ઉપર કાંડા પર અને ઢીચણ પર ઈજાઓ પહોંચી હતી તેઓની માતાને માથા ના ભાગે કમર ની નીચે, ઢીચણ પર અને છાતી ના ભાગે ઈજાઓ પહોંચી હતી અકસ્માત બાદ યામાહા ચાલક નાસી ગયો હતો સમગ્ર ઘટના અંગે કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે યામાહા એમ ટી ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]









