
ઝઘડિયા દુ:માલા વાધપુરાનું ગળનારૂ સાત દિવસ રોડ સરફેસિંગ માટે બંધ રહેશે
ગરનાળાના રોડ સરફેસિંગ કામ કરવાનું હોય રેલવે દ્વારા સાત દિવસ ગળનારૂ બંધ રાખવાની જાહેરાત કરી છે.
ઝઘડિયા તાલુકાના દુ:માલા વાધપુરા ગામનુ હાઇવેથી ગામને જોડતું રેલવે વિભાગનું ગળનાળા નં એલએચએસ ૬૭-એ નો રોડ ચોમાસા દરમિયાન ખૂબ જ બદતર હાલતમાં આવી ગયો હોય નાના મોટા વાહન ચાલકોને ભારે હાડમારી વેઠવાનો વારો આવ્યો હતો, જેને રોડ સરફેસિંગ સમારકામ કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા આ ગળનાળાનો રોડ સરફેસિંગ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રેલવે વિભાગમાં જણાવ્યું છે કે એલએચએસ નંબર ૬૭-એ નુ રોડ સરફેસિંગનુ કામ રેલ્વે દ્વારા કરવામાં આવશે જેના કારણે તા.૧૯.૫.૨૪ થી તા. ૨૫.૫.૨૪ સુધી સાત દિવસ સુધી એલએચએસ નં.૬૭-એ બંધ રહેશે, ગરનાળુ રોડ સમારકામ માટે બંધ રહેવાના સંજોગોમાં આ વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ નો ઉપયોગ કરવા માટે જણાવી દેવાયું છે
ઈરફાન ખત્રી
રાજપારડી