GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER: વાંકાનેરના જોધપર ગામે આધેડનું હાર્ટ એટેક મુત્યુ નિપજ્યું

WANKANER: વાંકાનેરના જોધપર ગામે આધેડનું હાર્ટ એટેક મુત્યુ નિપજ્યું
વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા વાડીએ ખાટલામાં સુતા બાદ જગાડવા છતાં નહિ જાગતા સારવાર માટે વાકાનેર હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓનું હાર્ટ એટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું.

વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા કાંતિભાઈ કેશુભાઈ સોલંકી ઉ.55 પોતાની વાડીએ ખાટલામાં સુતા બાદ કઈ બોલતા ચાલતા ન હોય બેભાન બની જતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબે હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું હતું. બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
[wptube id="1252022"]








