હાલોલ- ટોલનાકા પાસે રીપેરીંગ કરવા થોભાયેલા આઇશર ટેમ્પાને પાછળથી આવતા ટ્રેલરે ટકકર મારતા સર્જાયો અક્સ્માત,આઇશર ચાલકનૂ કરુણ મોત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૬.૫.૨૦૨૪
હાલોલ ટોલનાકા પાસે ટેક્નિકલ ફોલ્ટને કારણે બંધ પડી ગયેલ ટેમ્પો આઇસરને પાછળ થી આવતી ટ્રેલરે ઉભા રહેલા ટેમ્પાને પાછળથી ઠોકી દેતા થયેલ અકસ્માતમાં ટેમ્પો રીપેર કરવાનો પ્રયાસ કરી રહેલા ટેમ્પો ચાલક નું મોત નીપજ્યું હતું.જયારે કલીનરને ઈજાઓ પામતા તેને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જયારે ટ્રેલર ચાલક અકસ્માત સર્જી ભાગી છૂટ્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા થી ઇન્દોર જઈ રહેલ આઇસર ટેમ્પો કોઈ કારણસર હાલોલ ના ટોલ નાકા પાસે બંધ પડી જતા ડ્રાઈવર અને ક્લીનર બંને ટેમ્પામાં થી નીચે ઉતરી ટેમ્પો કેમ બંધ પડી ગયો તે માટે ટેમ્પાની આગળ આવેલ એન્જીન ને ચકાસી રહ્યા હતા ત્યારે તેઓ કઈ સમજે વિચારે તે પહેલા પાછળ થી પૂરઝડપે આવી રહેલ ટ્રેલર ચાલકે આગળ ઉભેલા આઇસર ટેમ્પાને ધડાકાભેર અથાડી દેતા ડ્રાઈવર અને ક્લીનર બંને ટેમ્પોના ધક્કા માં હવામાં ફંગોળાઇ રોડ ઉપર પટકાયા હતા.જેને લઇ આઇસર ટેમ્પોના ચાલક મનોજભાઈ બાબુભાઇ રાઠોડ રહે.દેવ ગુરાડીયા,ઈંદોર નાઓ ને ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે ક્લીનર ઇમરાન રમજાનને ઈજાઓ પામતા તેને તાત્કાલિક હાલોલ ની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જયારે ટ્રેલર ચાલક અકસ્માત સર્જી ભાગી છૂટ્યો હતો.બનાવને પગલે પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.










