GUJARATPANCHMAHALSHEHERA

પંચમહાલ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા તથા જિલ્લા પાણી સમિતિની બેઠક યોજાઈ

ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

__________

,ગોધરા

 

પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને ગોધરા કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા તથા જિલ્લા પાણી સમિતિની બેઠક યોજાઈ હતી.

 

આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની હયાત યોજનાઓની,જળાશયોમાં ઉપલબ્ધ પાણીના જથ્થા બાબતની,જિલ્લામાં સ્થિત કુલ હેડ પંપ રીપેરીંગની કામગીરી, પીવાના પાણીની મુશ્કેલી બાબતની આવેલ રજુઆતોની સમીક્ષા કરવામાં આવી હતી.

 

બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતો દ્વારા વિવિધ યોજનાઓનું સુચારુ સંચાલન અને નિયમીત પાણી પુરવઠો વિતરણ થાય તે માટે લાઈન ડિપાર્ટમેન્ટને સાથે સંકલન કરી પીવાના પાણીની સમસ્યાઓને ત્વરિત નિરાકરણ કરવામાં આવશે.તેમણે જિલ્લામાં કાર્યરત જૂથ પાણી પુરવઠા યોજનાઓ, સ્વતંત્ર યોજનાઓ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા સબંધિત અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું.

 

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

***

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button