
નેત્રંગ તાલુકાના થવા ખાતે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી સમારંભ યોજાયો…
બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ
તા.૧૫/૦૫/૨૦૨૪
નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા (થવા આશ્રમ) ના બાલકૃષ્ણ મહેતા પ્રાથના ભવન ખાતે તારીખ : ૧૫/૦૫/૨૦૨૪ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે ભરૂચ અને નર્મદા જિલ્લો સંપૂર્ણ પણે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીમય બને તે હેતુ થી ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વક્તા તરીકે બંસી ગીર ગૌશાળા અમદાવાદના ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી વિષયના નિષ્ણાંત ગોપાલભાઈ સુતરીયાએ ઉપસ્થિત ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ આવેલ ખેડૂતમિત્રોને ખેતી ઉપયોગી ગૌકૃપામૃતમ્ એક લીટર નિઃશુલ્ક આપવમાં આવ્યું હતું અને માહિતીગાર કરતા પેમ્પ્લેટ નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
[wptube id="1252022"]