વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યા બાદ વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ શરૂ થયો ત્યારબાદ સુરેન્દ્રનગર ના અલગ અલગ બે સ્થળોએ વીજળી પડવાના બનાવ બન્યા હતા. કાલે આશરે 5:00 વાગ્યાની આસપાસ ચંદ્રિકાબેન કાળુભાઈ ની માથે અચાનક વીજળી પડતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. જેમાં મૃત્યુ પામેલા મહિલાને પી.એમ માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.આ ઘટના અંગે જાણ થતા ગ્રામજનો સરપંચો દોડી ગયા હતા તેમજ પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
અહેવાલ,,જેસીંગભાઇ સારોલા
[wptube id="1252022"]




