GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલના નાની ભાદરોલી ખુર્દ ગામે પાણી ભરવા બાબતે બોલાચાલી કરી મહિલા પર કુહાડી વડે હુમલો થતા ફરીયાદ
તારીખ ૧૨/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના નાની ભાદરોલી ખુર્દ ગામે રહેતા કિરણસિંહ પ્રભાતસિહ પરમારની ફરિયાદ મુજબ તેઓના ભાભી શનિવારે સાંજે પાંચ કલાકે સરકારી હેડ પંપ પર પાણી ભરવા માટે ગયા હતા ત્યારે વનરાજસિંહ રામસિંહ રાઠોડ પાણી ભરવા માટે આવ્યા હતા અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જે સાંભળી વનરાજસિંહ નો ભાઈ નરેન્દ્રસિંહ ગંદી ગાળો બોલતો કુહાડી લઈને આવ્યો હતો અને તેઓના ભાભીના મારવા જતા દાઢી ના ભાગે ઘસરકો પડતા લોહી નીકળ્યું હતું ફરીયાદી છોડાવવા પડતા તેને પણ ગાળો બોલી મૂઢ માર માર્યો હતો. હોસ્પિટલ ખાતે સારવાર કરાવી ફરીયાદ નોંધાવતા પોલીસે બંને ભાઈઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી.
[wptube id="1252022"]









