હાલોલ માં ભાગવત સપ્તાહનો આરંભ,મનોરથીના ઘરે થી પોથી યાત્રા નીકળી મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૨.૫.૨૦૨૪
હાલોલ નગર માં એમ.એસ. હાઈસ્કૂલ કમ્પાઉન્ડ ખાતે આજથી બપોરે ૪ થી સાંજે ૭ વાગ્યા સુધી શ્રીમદ્દ ભાગવત વચનામૃત જ્ઞાનયજ્ઞ ( ભાગવત સપ્તાહનો )આરંભ થતા વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ સાથે સપ્તાહના પ્રથમ દિવસ પ.પૂ.ગો.૧૦૭ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી વ્યાસપીઠ પર બિરાજમાન થઇ તેઓના શ્રી મુખેથી પ્રથમ દિવસે શ્રીમદ્દ ભાગવતજી માહત્મ્ય સમજાવ્યું હતું.પુષ્ટિ સંપ્રદાયમાં હાલોલ ને છોટી કાંકરોલી નું બિરુદ આપવામાં આવ્યું છે. હાલોલ નગર માં વૈષ્ણવ સમાજ બોહળો છે.અને નગરમાં બે પુષ્ટિમાર્ગીય મંદિરો આવેલા છે. જેને લઇ વખતો વખત વૈષણવો દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.જેમાં હાલોલ નગરના જવાહર નગર માં રહેતા કોકિલાબેન તેમજ બટુકભાઈ શાહ પરીવાર દ્વારા શ્રીમદ્દ ભાગવત વચનામૃત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે,યોજવામાં આવેલ સપ્તાહ જગતગુરુ અનંત વિભૂષિત પ.પૂ.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી (ચંપારણ્ય, કાંદીવલી) વ્યાસપીઠ પર બિરાજમાન થઇ તેઓના શ્રી મુખેથી વૈશાખ સુદ પાંચમ 12મી 18 મેં સુધી ભક્તિસભર કર્ણય અને સંગીતમય શૈલીમાં રસપાન કરાવનાર છે.જેમાં આજે ૧૨મી મે રવીવાર ના રોજ બપોરે ૪.૩૦ કલાકે જવાહર નગર ખાતે રહેતા સપ્તાહના મનોરથી ના નિવાસ સ્થનેથી થી યાત્રા નીકળી હતી. પોથી યાત્રા માં પધારેલ શ્રી વલ્લભકુળ પરીવાર પ.પૂ.ગોસ્વામી ૧૦૮ કાંકરોલી નરેશ શ્રીવાગીશકુમાર મહોદયશ્રી તેમજ પ.પૂ.ગો.૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી શુશોભિત બગીમાં બિરાજમાન થઇ વાજતે ગાજતે ભક્તિમય વાતાવરણમાં નીકળી હતી.જેમાં વૈષણવી માં ભાઈઓ ધોતી બંડી ઝભ્ભો લેંગો તેમજ બહેનો કેશરી સાડીમાં માં સજ્જ થઈ શોભાયાત્રામાં જોડાયા હતા. પોથી યાત્રા કથા મંડપ માં એમ. એસ.હાઈસ્કૂલ ખાતે પોહચી ત્યાં શાસ્ત્રોક્ત વિધિવત રીતે દીપ પ્રાગટ્ય તેમજ ભાગવત સ્મરણ કરી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જ્યારે આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, કંજરી રામજી મંદિરના મહંત શ્રી રામશરન દાસ મહારાજ તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે આજે પ્રથમ દિવસે શ્રી ભાગવતજી માહત્મ્ય સમજાવ્યું હતું જયારે સોમવારે શ્રી શુખદેવજી આગમન મંગળવારે શ્રી કપિલ અવતાર બુધવારે શ્રી નરસિંહ જન્મોત્સવ આમ સાત દિવસ જુદા જુદા અધ્યાય રસપાન કરાવશે.જેને લઇ વૈષ્ણવો ને આ દિવ્ય મહોત્સવનો લાભ લેવા સપ્તાહ નું આયોજન કરનાર મનોરથી ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.










