કાલોલના વેજલપુર ઘૂસરરોડ ઉપર આંગણવાડીની સામે ગટરો ઉભરાતા ગંદા પાણી ને લઈ સ્થાનિક રહીશો ત્રાહિમામ

તારીખ ૧૨/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ ઘૂસર રોડ ઉપર આવેલ આંગણવાડીની સામેજ ગંદકીની લીલા લહેળ જોવા મળી છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી પ્લોટ વિસ્તારના પાછળના ભાગમાં આવેલ ગટર બ્લોક થતા તેનું ગંદુ પાણી ચેમ્બરમાંથી બહાર નીકળીને રોડ ઉપર પ્રસરી રહ્યું છે ત્યારે રોડ ઉપર આજુ બાજુમા પડેલા ખાડા પાણીથી ભરાઈ જવાથી દેખાઈ નથી રહ્યા છે ત્યારે બાઇક સવાર પોતાની બાઇક સાથે ખાડામાં પડતા હોય છે તેમજ રહેમત નગર સોસાયટીના સ્થાનિક રહીશોને રાત્રી દરમિયાન અવર જવર કરવામાં તકલીફ પડી રહી છે ત્યારે આ ગટરની સમસ્યા અંગેની સભ્યોને તેમજ ગ્રામ પંચાયતમાં સ્થાનિક રહીશો જાણ કરી હોવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહેલ વહીવટી તંત્ર જાને અજાણ હોય તેમ લાગી રહું છે ત્યારે આ વિસ્તારના સ્થાનિક રહીશો ગંદકીથી કંટાળીને ના છૂટકે મીડિયાનો ટેલિફોનીક સંપર્ક કર્યા હતો ત્યારે સ્થાનિક રીપોર્ટર દ્વારા સ્થળ ઉપર જઈને તપાસ કરતા આંગણવાડીની આજુ બાજુમાં ખુબજ મોટા પ્રમાણમાં ગંદકીથી ઉભરાતી ગટરોનું ગંદુ પાણી ખુબજ દુગંધ મારી રહ્યું હતું ત્યારે સ્થાનિક રહીશોએ વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરતા નથી તેવા આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે વેહલી તકે અમારી સમસ્યા અંગે કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગ આંદોલન કરીને વેજલપુર ગ્રામ પંચાયત તેમજ ઉચ્ચ કક્ષાએ ધરણા પ્રદર્શન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.











