GUJARATMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદના કોયબા ગામના પાટિયા પાસે ટ્રક ચાલકે રોડ ક્રોસ કરતા યુવકને હલફેટે લેતા મોત નીપજ્યું

Halvad:હળવદના કોયબા ગામના પાટિયા પાસે ટ્રક ચાલકે રોડ ક્રોસ કરતા યુવકને હલફેટે લેતા મોત નીપજ્યું

હળવદના ધાંગધ્રા હળવદ હાઇ વે રોડ ઉપર કોયબા ગામના પાટિયા પાસે કોઈ ટ્રક ચાલક જીજે-39-ટી-2150 નંબરનું ટ્રક અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવતો હતો.તે સમયે કોયબા ગામના પાટિયા પાસે દામીનકુમાર કમલેશભાઈ નામનો યુવાન રોડ ક્રોસ કરતી વખતે તે ટ્રક ચાલકે તે હડફેટે લેતા તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી તેમજ શરીરે ઇજા પહોચાડી અકસ્માત થતા યુવકનું સ્થળ ઉપર મોત થયું હતું અને ટ્રક ચાલક તે ઘટના સ્થળે થી નાસી ગયો હતો.આ બનાવની જાણ યુવકના પરિવારને થતા મૃતક ની બહેન પ્રિયંકાબેન લાલજીભાઇ ભદ્રાડીયા એ હળવદ પોલીસને જાણ કરી હતી.પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.
[wptube id="1252022"]








