GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષામા સમગ્ર પંચમહાલ જીલ્લામાં ૯૨.૫૭% સાથે કાલોલ કેન્દ્ર પ્રથમ.
તારીખ ૧૧/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
આજ રોજ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો ૧૦ નુ પરીણામ જાહેર કરવામાં આવ્યું જેમા પંચમહાલ જીલ્લા નુ ૮૧.૭૫% પરીણામ આવેલ જેમા સમગ્ર પંચમહાલ જિલ્લામાં કાલોલ કેન્દ્ર નુ સૌથી વધુ ૯૨.૫૭% પરીણામ આવેલ કાલોલ કેંદ્ર નુ શ્રેષ્ઠ પરીણામ આવતા સમગ્ર કાલોલમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. રામેસરા કેંદ્ર નુ ૯૨.૩૧% સાથે જીલ્લામાં બીજા નંબર પર આવેલ છે. કાલોલ ની ધી એમ જી એસ હાઈસ્કુલ નુ ૯૫% સાથે જયારે કાલોલ ની સી બી ગર્લ્સ હાઇસ્કુલ નુ ૮૬.૨૦% પરીણામ આવેલ.
[wptube id="1252022"]