
કેશોદ તાલુકાના શેરગઢ ચોવીસીને સ્થાપના ને ૪૭૬ વર્ષ પુર્ણ થયા છે
આ દિવસે મહિયાઓ ને પોતાના કાંડા ના બળે ચોવીસી મેળવી હતી શેરગઢ સ્થાપના : વિક્રમ સવંત ૧૬૦૪ વૈશાખ માસની
અક્ષયત્રીજ ( અક્ષયતૃતીયા- અખાત્રીજ ) ના દિવસે (ઇ.સ.૧૫૪૮) શ્રી ભાણબાપુ બાબરીયાના હસ્તે તોરણ બાંધી સિંહગઢ ગામ વસાવવામાં આવ્યું. જૂનાગઢ રાજય માં તે સમયે ઇસ્લામિક શાસન હોવાથી સિંહગઢ માંથી ઉર્દૂ શબ્દ શેરગઢ નાં નામથી પ્રચલિત થયું
શેરગઢની સત્તા ભાણબાપુ એ તેમના કુંવર ખીમસિંહજી બાબરીયા ને સોંપી પોતે પાછા કૂવાડવા પોતાના રાજયમાં ચાલ્યા ગયેલ. ખીમસિંહ બાબરીયાએ શેરગઢ માં ચોકીયાત ના થાણા બનાવી સશસ્ત્ર સૈન્યની ટુકડીઓ મુકી શેરગઢ રાજ્યને એક સુરક્ષિત અને બળવાન સ્ટેટ બનાવ્યું
૧૫૪૮ થી ૧૯૪૭ સુધી એટલે એટલે કે ભારત આઝાદ થયુ ત્યાં સુધી શેરગઢ સંપૂર્ણપણે સ્વતંત્ર રહ્યું હતું.
સંતોભક્તો અને શુરવિરોની ભૂમિ એટલે શેરગઢની ભૂમિ
રિપોર્ટ :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










