કાલોલના અંદાજીત ૬૪ હજ યાત્રાએ જનાર હાજીઓએ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રસી કેમ્પમાં ભાગ લીધો.

તારીખ ૧૦/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત હજ કમિટી દ્વારા આયોજીત રસી કેમ્પનું આયોજન ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ શહેરમાંથી આ વર્ષે હજ યાત્રાએ જનાર અંદાજીત ૬૪ હાજીઓ સહિત જિલ્લાના ગોધરા,શહેરા, હાલોલ હડફમોરવા, ઘોઘંબા અને જાંબુઘોડા નાં મોટીસંખ્યામાં હાજીઓ ઉપસ્થિત રહી રસી નું લાભ લીધો હતો.જેમાં ગોધરા સિવિલ હોસ્પિટલનાં સિવિલ સર્જન ડૉક્ટર મોનાબેન પંડ્યા,આરએમઓ ડોક્ટર પ્રશાંત તેમજ ડોક્ટર અને સ્ટાફ નર્સ તથા હોસ્પિટલ સ્ટાફ સાથે જિલ્લાનાં એફ ટી સલમાનભાઈ,દીલુ હાજી ,હાજી ઇમરાન તેતરા, હજ વેલ્ફેરનાં હાજી ઇશાક મામની, ઇદરીસ દરગાહી, અસરફ ચાંદા, માજી કાઉન્સિલર અને સમાજના આગેવાનો સાથે હાજીઓની સેવા કરતા સમાજસેવક ભારે જહેમત ઉઠાવી હતી અને આવી ધોમધખતા ગરમીમાં પણ સર્વે હાજીઓ અને હજીયાણી તરફથી શાંતિ સાથે સહકાર આપી આ કેમ્પને સફળ બનાવ્યો હતો જેમાં ગુજરાત રાજ્ય હજ સમિતિનાં ડિરેક્ટર રૂકય્યાબેન ગુલામ હુસેન વાલા ગૂજરાત પ્રદેશ લઘુમતિ મોરચાના મંત્રી સઈદખાન પઠાણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા ડૉક્ટરની કામગીરી બીરદાવી તેઓને અને હાજીઓને બુકે દ્વારા સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી અને હજ યાત્રાએ જનાર હાજીઓને સમગ્ર વિશ્વ સહિત ભારત દેશ માટે શાંતિ અને સલામતી માટે હજ દરમિયાન ખાસ દુવા માટે રસી કેમ્પમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા વીનંતી કરવામાં આવી હતી.












