રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૯.૫.૨૦૨૪
હાલોલ નગરના કંજરી રોડ પર આવેલ સરસ્વતી વિદ્યામંદિર શાળાનું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું ઝળહળતું પરીણામ છેલ્લા ઘણા સમયથી આવી રહ્યુ છે.ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદ ની લાગણી અનુભવી રહ્યા છે.ત્યારે ચાલુ વર્ષે હાલોલ કેન્દ્રનું પરિણામ ૭૬% આવેલ છે ત્યારે સરસ્વતી વિદ્યામંદિર શાળાનું અંગ્રેજી માધ્યમનું અને ગુજરાતી માધ્યમનું 66% પરિણામ આવ્યું છે.જેમાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમાંકે પરમાર જયવિર 84.2% ,દ્રિતીય ક્રમાંકે પટેલ પ્રાચી 83.86% અને તૃતીય ક્રમાંકે તાપડિયા ચેતન 76.66%,સાથે આવેલ છે.જ્યારે અગ્રેજી માધ્યમ માં પ્રથમ ક્રમાંકે રાજભર ક્રિતિ 75.33%, દ્રિતીય ક્રમાંકે સોલંકી જયશ્રીબેન 63.66% અને તૃતીય ક્રમાંકે ગિરિ સોનલ 60.66% આવેલ છે.જ્યારે શાળાનું સમગ્ર પરિણામ જોતા શાળાના શ્રેષ્ઠ શિક્ષકોના માર્ગદર્શન ને આભારી છે.ત્યારે સરસ્વતી વિદ્યામંદિર ના પ્રમુખ,ટ્રસ્ટી,ગણ,આચાર્ય તથા તમામ શિક્ષકોએ આ તેજસ્વી તારલાઓને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.










