
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. તેવામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ધોરાજી ખાતે આવેલ કે.ઓ શાહ કોલેજ ખાતેથી બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર પકડાતા હડકંપ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ મતદાન મથક ઉપર પત્નીની જગ્યાએ બેસીને બોગસ મતદાન કરાવતા હોવાની અપક્ષ ઉમેદવારે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી. આ સાથે બોગસ મતદાન કરાવતા હતા તેમની જાણ થતાં મતદારે પકડી પાડી ઉપરાંત વિડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાઇરલ વિડિયો પણ સામે આવ્યો છે.
સૌરાષ્ટ્રની ધોરાજી બેઠક પરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આજે સવારથી શરૂ થયેલા મતદાન દરમ્યાન ધોરાજી ખાતે આવેલ કે.ઓ શાહ કોલેજ ખાતેથી બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર પકડાયો છે. મતદાન મથક ઉપર પત્નીની જગ્યાએ બેસીને બોગસ મતદાન કરાવતા હોવાની અપક્ષ ઉમેદવારે ચૂંટણી અધિકારીએન ફરિયાદ કરી હતી.
ધોરાજી ખાતે આવેલ કે.ઓ શાહ કોલેજ ખાતેથી બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર પકડાયા બડ હવે એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિગતો મુજબ બોગસ મતદાન કરાવતા હતા તેની જાણ થતાં મતદારે પકડી પાડી ઉપરાંત વિડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાઇરલ વિડિયો પણ સામે આવ્યો છે. આ સાથે હવે બોગસ પ્રિસાઇડિંગ ઓફિસર પર તાત્કાલિક ધોરણે ચૂંટણીપંચના નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવે તેમજ મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી જેલ હવાલે કરવા પત્રમાં ઉલ્લેખ કરાયો છે.









