MORBi દિવ્યાંગોનું સારથી બન્યું જિલ્લા વહીવટી તંત્ર, વાહન થકી મતદાન મથક સુધી પહોંચાડયા
MORBi દિવ્યાંગોનું સારથી બન્યું જિલ્લા વહીવટી તંત્ર, વાહન થકી મતદાન મથક સુધી પહોંચાડયા
મોરબી જિલ્લામાં બપોરના ત્રણ વાગ્યા સુધીમાં ૪૭ ટકા થી વધારે મતદાન નોંધાયું છે તો મતદારોમાં પણ જાગૃતિ જોવા મળી રહી છે. મહિલાઓ, યુવાનો સહિતના મતદાન પર સવારથી લાંબી લાઈન લગાવી છે ત્યારે દિવ્યંગો દ્વારા પણ જુસ્સા સાથે મતદાન કરવામાં આવી રહ્યું છે.

મોરબી જિલ્લામાં દિવ્યાંગ મતદારો કુલ ૫૦૩૯ છે જેમાં ૧૩૧ જેટલા દિવ્યાંગઓએ મતદાન કર્યું છે. દિવ્યાંગોમાં મતદાનને લઈને ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દીવ્યાંગો સરળતા થી મતદાન મથક સુધી પહોંચી શકે તે માટે વહીવટી તંત્ર સારથીની જેમ દિવ્યાંગની પડખે ઉભુ છે અને દરેક દિવ્યાંગને વાહન દ્વારા મતદાન મથક સુધી પહોંચાડીને મતદાન કરવી રહ્યા છે. તો દિવ્યાંગઓ મતદાન કરીને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો અને અન્ય લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.








